→ પ્રાથમિક શિક્ષણ મુંબઈ અને આકોલામાં. તેથી ગુજરાતીની સાથે મરાઠી ભાષા પણ શીખી લીધી.
→ સમાજમાં આમૂલ પરિવર્તનની વિચારણા આપતા પુસ્તક સમૂળી ક્રાંતિ ના લેખક અને ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક
→ તેમણે પ્રાથમિક શિક્ષણની શરૂઆત મુંબઈમાં મરાઠી ભાષામાં કરી હતી.
→ મુંબઇમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ કર્યો હતો.
→ તેમણે વર્ષ 1909માં મુંબઇની વિલ્સન કોલેજમાંથી B.A.ની ડિગ્રી અને વર્ષ 1913માં LL.B. ની ડિગ્રી મેળવી હતી.
→ તેઓ ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર અને કેદારનાથજીના સંપર્કમાં આવ્યા હતાં અને તેઓ સાથેની ચર્ચા વિચારણાથી કિશોરલાલના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું.
→ તેઓ વર્ષ 1934-38 દરમિયાન ગાંધી સેવા સંઘના પ્રમુખ રહ્યા હતાં.
→ તેમણે દેશની આઝાદીની ચળવળમાં સક્રિય રીતે ભાગ લઇ અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો.
→ તેઓ વર્ષ 1946માં હરિજન બંધુ પત્રિકાના તંત્રી તરીકે જોડાયા હતાં.
→ તેમણે ખલીલ જિબ્રાનના અંગ્રેજી પુસ્તક The Prophetનો ગુજરાતી ભાષામાં વિદાય વેળાએ નામથી અનુવાદ કર્યો હતો.
સાહિત્ય સર્જન
→ ચરિત્રાત્મક નિબંધો : રામ અને કૃષ્ણ(1923),, ઈસુ ખ્રિસ્ત (1925), બુદ્ધ અને મહાવીર(1926), સહજાનંદ સ્વામી (1926) .
→ અનુવાદ : ગીતાધ્વનિ (1923), તિમિરમાં પ્રભા(1936) (ટૉલ્સ્ટૉય કૃત The light shines in Darkness), ઊધઇનું જીવન (1940) (The life of the white Ant – લે. મૉરિસ મેટરલિંક), અનુવાદ (શ્રીમદ ભગવદ ગીતા), માનવી ખંડિયેરો (1946) (અમેરિકન લેખક પેરી બર્જેસની નવલકથા ‘Who Walk Alone’) , શમશ્લોકી
→ તત્વચિંતન :‘જીવનશોધન’ (1929), ‘સ્ત્રીપુરુષમર્યાદા’ (1937), ‘અહિંસા-વિવેચન’ (1942), ‘ગીતામંથન’, ‘સત્યમય જીવન યાને સત્યાસત્ય વિચાર’, ‘સમૂળી ક્રાન્તિ’ (1948) તથા ‘સંસાર અને ધર્મ’ (1948)ના બે ભાગમાં કિશોરલાલે જીવનનાં સનાતન મૂલ્યોને અનુલક્ષી મૂલગામી, વિવેકપૂત, સૂક્ષ્મ, વિશદ અને અસંદિગ્ધ તત્વનિરૂપણ કરેલું છે.
→ ‘સમૂળી ક્રાન્તિ’માં પરમાત્મા વિશેની કલ્પનાને વિશેષ શુદ્ધ કરીને રજૂ કરી છે.
→ તેમણે ‘કાગડાની આંખે’(1947)માં ગાંધીવાદીઓ પરના કટાક્ષાત્મક લેખો આપ્યા છે.
→ કેળવણી વિષયક : કેળવણીના પાયા(1925),‘કેળવણીવિવેક’ (1949) અને ‘કેળવણીવિકાસ’ (1950)
0 Comments