Ad Code

પૂર્ણિમાબેન પકવાસા | Poornima Arvind Pakvasa

પૂર્ણા પ્રાકૃતિક અભયારણ્ય
પૂર્ણિમાબેન પકવાસા

→ ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર મહિલા સેવિકા અને સાપુતારા ખાતે ઋતંભરા વિશ્વવિદ્યાપીઠનાં આદ્યસ્થાપક.

→ જન્મ : 5 ઓક્ટોબર, 1913 (લીંબડી, સુરેન્દ્રનગર)

→ પિતા : વ્રજલાલ

→ માતા : ચંચળબેન

→ કર્મભૂમિ : ડાંગ જિલ્લો

→ પતિ : અરવિંદભાઈ

→ મૂળ નામ : પુષ્પા

→ અવસાન : 25 એપ્રિલ, 2016 (સુરત)

→ ડાંગના દીદી અને બાપુની બેટી તરીકે જાણીતા

→ તેમના સસરાનું નામ મંગળદાસ પકવાસા(દેશના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ) હતું. ગાંધીજીએ મંગળદાસ પકવાસાને બી.બી.(બેચલર ઓફ બેગીંગ)ની ઉપાધિ આપી હતી. તેમનાં પુત્રી સોનલ માનસિંહ શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે.

→ બાળપણમાં તેમના પર અમૃતલાલ શેઠ અને તેમના સામયિકોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેઓ SNDT યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતાં.

→ ગાંધીજી સાથે તેમની સૌપ્રથમવાર મુલાકાત રાણપુર ખાતે થઇ હતી અને તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઇ 18 વર્ષની ઉંમરે સ્વાતંત્રતા સંગ્રામમાં જોડાઇ ગયા હતાં.

→ તેમણે ગાંધીજી સાથે દાંડીયાત્રામાં ભાગ લીધો હતો અને તે દરમિયાન જેલવાસ પણ ના ભોગવ્યો હતો.

→ જેલવાસ દરમિયાન તેઓએ કસ્તૂરબાને અક્ષરલેખન શીખવ્યું હતું તથા મહિલાઓની કસરત અને અક્ષરલેખા જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતાં.

→ તેઓએ વર્ષ 1938માં હરિપુરા ખાતે યોજાયેલ કોંગ્રેસના 51માં અધિવેશનમાં ભાગ લીધો હતો.

→ ગાંધીજીએ તેમને હથિયાર (શસ્ત્ર) રાખવાની જ છૂટ આપી હતી.

→ તેઓ ગાંધીજીના અંતેવાસી રહ્યા હતા.

→ આઝાદી પછી વર્ષ 1954માં મહિલાઓના સાંસ્કૃતિક, શારીરિક અને આધ્યાત્મિક શિક્ષણ માટે તેમણે શકિતદળ સંસ્થાની શરૂઆત કરી હતી.

→ 1955માં નાશિકની ભોંસલે મિલિટરી સ્કૂલમાં કૅમ્પકમાન્ડર તરીકે સેવા આપવાની શરૂઆત કરી અને 1975 સુધીમાં આવા 20 કૅમ્પમાં કમાન્ડર તરીકે માનદ સેવા આપી.

→ તેઓએ વર્ષ 1974માં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ઋતુંભરા વિધાપીઠની સ્થાપના કરી હતી. આ સ્થળે મુખ્યત્વે આદિવાસી બાળકોના અભ્યાસ અને સંસ્કૃતિ અંગેની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

→ તેમના દ્વારા હાથ ધરાયેલ રચનાત્મક પ્રવૃત્તિઓ અને સમાજસેવા બદલ તેમને ભારત સરકાર દ્વારા વર્ષ 2004માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

→ ‘જય બદરીનાથકી’ અને ‘જીવનશિલ્પીઓ’ તેમનાં પુસ્તકો છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments