Ad Code

સૌરાષ્ટ્રની નદીઓ

→ સૌરાષ્ટ્રની નાની-મોટી 71 નદીઓ આવેલી છે.

→ સૌરાષ્ટ્રનું જળ પરિવહન તંત્ર ત્ત્રિજ્યાકારે રચાયેલું છે.

→ સૌરાષ્ટ્રની નદીઓ મધ્ય ડુંગરમાંથી નીકળી પૈડાના આરાની જેમ ચારે તરફ ફેલાયેલી છે.

→ સૌરાષ્ટ્રની અગત્યની નદીઓ જેમાં ભાદર , શેત્રુંજી, મચ્છુ અગત્યની નદીઓ વહે છે.

→ સૌરાષ્ટ્રની નદીઓ કેન્દ્રત્યાગી નદીઓ તરીકે જાણીતી છે.

→સૌરાષ્ટ્રની મોટામાં મોટી અને લાંબી નદી "ભાદર" છે જે ૨૬૦ કિલોમીટર લાંબી છે.

→સૌરાષ્ટ્રની નદીઓને ચાર ભાગમાં વહેંચી શકાય છે.

→1. પૂર્વ તરફ વહેતી નદીઓ
→ 2. પશ્ચિમ તરફથી વહેતી નદીઓ
→3. ઉત્તર તરફ વહેતી નદીઓ
→>4. દક્ષિણ તરફ વહેતી નદીઓ


1. પૂર્વ તરફ વહેતી નદીઓ


→ આ નદીઓ મોટાભાગે ખંભાતના અખાતને મળે છે.
→ સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેનારી નદીઓમાં સુકભાદર, ભોગવો, ઘેલો, શેત્રુંજી ,કાળુભાર, રંધોળી મુખ્ય નદીઓ છે.


2. પશ્ચિમ તરફથી વહેતી નદીઓ



→ આ તરફ વહેતી નદીઓ મોટાભાગે કચ્છના અખાતમાં સમાઈ જાય છે.
→ સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફથી વહેતી નદીઓમાં ગોમતી, સની, ભાદર, ઓઝત, ઉબેણ વગેરે નદીઓ છે.
→ ગીરની ટેકરીઓમાંથી નીકળતી ઓઝત અને ઉબેણ એ પોરબંદરના નવીબંદર ખાતે ભાદર નદીને મળે છે.


3. ઉત્તર તરફ વહેતી નદીઓ



→ ઘી,ફુલઝર, સિંહણ, ઊંડ, રંગમતી, નાગમતી, આજી, બ્રાહ્મણી, ફાલકુું વગેરે
→ મચ્છુ, બ્રાહ્મણી, ફાલકુું કચ્છ ના નાના રણમાં મળે છે. જ્યારે બાકીની નદીઓ કચ્છના અખાત ને મળે છે.


4. દક્ષિણ તરફ વહેતી નદીઓ



→ આ તરફ વહેતી નદી મોટેભાગે અરબ સાગરમાં સમાઈ જાય છે.
→ મુખ્ય નદીઓ : ભાદર, હિરણ, કપિલા, સરસ્વતી, મચ્છુન્દ્રી, ધાતરવડી વગેરે
→ તેમાં પ્રભાસ પાટણ (સોમનાથ) પાસે સંગમ પામતી કપિલા, સરસ્વતી અને હિરણ મુખ્ય છે.
→ કોડીનાર એ શિંગવાડો નદીના કિનારે આવેલું છે.


Post a Comment

0 Comments