Articles relating to the Municipality | 74th Constitutional Amendment | ભારતનું બંધારણ | 74 મો બંધારણીય સુધારો | નગરપાલિકાને લગતા અનુચ્છેદો

નગરપાલિકાને લગતા અનુચ્છેદો



1991 પી.વી. નરસિંહરાવ દ્વારા લોકસભામાં સુધારેલ નગરપાલિકા ખરડાને 74 માં બંધારણીય સુધારા તરીકે રજૂ કરવામાં આવ્યો જે સંસદના બંને ગૃહમાં પસાર થયો.


→ 74 મો બંધારણીય સુધારા અધિનિયમ દ્વ્રારા ભારતના બંધારણમાં ભાગ - 9 - A માં નગપાલિકા ઉમેરવામાં આવ્યો.


→ 74 મો બંધારણીય સુધારો બંધારણમાં અનુસૂચિ 12 માં ઉમેરવામાં આવ્યો.


→ 12 મી અનુસૂચિ મુજબ નગરપાલિકાઓને 18 વિષયો સોંપવામાં આવ્યાં.


→ ભાગ 9- A માં અનુચ્છેદ 243 - P થી અનુચ્છેદ 243 - ZG સુધી ઉમેરવામાં આવ્યા છે.


→ 74 મો બંધારણીય સુધારો રાષ્ટ્રપતિ દ્વારા 1992 માં મંજૂરી મળતા 1 જૂન, 1993 ના રોજ આ અધિનિયમ અમલમાં મૂકવામાં આયો.


→ આ બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાને બંધારણીય દરજ્જો પ્રાપ્ત કર્યો


અનુચ્છેદ
વિગત
243 -P વ્યાખ્યાઓ
243 - Q નગરપાલિકાનું માળખું
243 - R નગરપાલિકાની સંરચના
243 - S વોર્ડ સમિતિઓનું બંધારણ અને સંરચના
243 - T નગરપાલિકામાં અનામતની જોગવાઈ
243 - U નગરપાલિકાનો કાર્યકાળ
243 - V સભ્યની ગેરલાયકાત
243 - W નગરપાલિકાની સત્તા, અધિકાર અને જવાબદારી
243 - X કર નાખવાની સત્તા અને કાયદાઓ
Visit : generalknowledgedv.blogspot.com
243 - Y નાણાંપંચ
243 - Z નગરપાલિકાના હિસાબોનું ઓડિટ
243 - ZA નગરપાલિકાઓની ચૂંટણી
243 - ZB કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા બાબત
243 - ZC અમુક ક્ષેત્રો પર જોગવાઈ નહીં થાય
243 - ZD જિલ્લા આયોજન સમિતિ
243 - ZE મહાનગરીય આયોજન સમિતિ
243 - ZF રાજયના વર્તમાન કાયદાઓ અને નગરપાલિકાઓ અંગે જોગવાઈ
243 - ZG ચૂંટણી સંબંધી બાબતો ન્યાયાલય ક્ષેત્રની બહાર


અનુચ્છેદ 243 - P : વ્યાખ્યાઓ



→ જે શહેરની વસ્તી 10 લાખથી ઓછી ન હોય તેવા વિસ્તારને અથવા રાજ્યપાલે જાહેરનામા દ્વારા નિર્દિશ કરેલ વિસ્તારનો ઉલ્લેખ કરે છે અથવા એક કે વધુ જિલ્લાનો બનેલો અને બે કે વધુ નગર પાલિકાઓ તેવા વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર કહેવામા આવે છે.

→ રાજયના રાજયપાલ દ્વારા મેટ્રોપોલિટન વિસ્તારની શરતો નક્કી કરવામાં આવે છે , જે નીચે મુજબ છે :

→ વસ્તીગીચતા

→ જે-તે વિસ્તારની મહેસૂલની આવક

→ બિન-ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ


Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ 243 - Q : નગરપાલિકાનું માળખું



→ આ અનુચ્છેદ મુજબ નગરપાલિકાઓ ત્રણ પ્રકારની રહેશે

→ નગર પંચાયત :ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં રૂપાંતરિત થતાં હોય તેવા ક્ષેત્રો

→ નગર પાલિકા : નાના શહેરો

→ મહાનગરપાલિકા (નગરપાલિકા નિગમ) : મોટા શહેરો


Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ 243 - R : નગરપાલિકાની સંરચના



→ નગરપાલિકાઓના સભ્યો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાશે.

→ નગરપાલિકાઓના મતવિસ્તારને વોર્ડમાં વહેંચવામાં આવે છે.

→ નગરપાલિકા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા જે તે રાજયના વિધાન મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે.


Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ 243 - S : વોર્ડ સમિતિઓનું બંધારણ અને સંરચના



→ ત્રણ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારના શહેરમાં કે અથવા એકથી વધુ વોર્ડ માટે રાજય વિધાન મંડળ કાયદાથી વોર્ડ સમિતની રચના કરી શકે છે.

→ વોર્ડ સમિતિની રચના, ક્ષેત્ર તેના સભ્યોની ચૂંટણી વગેરે બાબતોનો નિર્ણય રાજય વિધાનમંડળ દ્વારા કરવામાં આવે છે.


Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ 243 - T : નગરપાલિકા માં અનામત અંગેની જોગવાઈ



→ નગરપાલિકાના વિસ્તારમાં અનુસૂચિ જાતિ અને અનુસૂચિ જનજાતિ માટે તેની કુલ વસ્તીના પ્રમાણમાં અનામત રાખવાની જોગવાઈ છે.

→ નગરપાલિકામાં મહિલાઓ માટે 1/3 થી બેઠકો ઓછી નહીં હોય એવી અનામત આપવામાં આવશે.

→ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે અનામત રાખવા માટે રાજય વિધાન મંડળ નિર્ણય લેશે.

→ નગરપાલિકાઓની બેઠકોમાં અનામતની વ્યવસ્થા માત્ર પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે જ છે. નિમણૂક પામતા ઉમેદવાર માટે નથી.



Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ : 243 – U : નગરપાલિકાઓનો કાર્યકાળ



→ સામાન્ય રીતે નગરપાલિકાનો કાર્યકાળ પ્રથમ બેઠકથી પાંચ વર્ષ સુધીનો રહેશે.

→ કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા રાજય વિધાન મંડળ તેનું વિસર્જન કરી શકે છે.

→ જો નગરપાલિકાની મુદત પૂરી થાય તે પહેલા તેનું વિસર્જન કરવામાં આવે તો, તે વિસર્જનની તારીખથી છ મહિનાની અંદર નવી ચૂંટણી નું આયોજન કરવાનું રહેશે.

→ નવી ચૂંટાયેલી નગરપાલિકાનો કાર્યકાળ બાકી રહેતા સમય પૂરતો જ રહેશે.



Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ - 243 V : સભ્યોની ગેરલાયકાતો



→ નગરપાલિકાનો સભ્ય હોય ત્યારે ગેરલાયક ગણાશે જ્યારે તે રાજ્યની વિધાનમંડળ ચૂંટણીનાં હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ ગેરલાયક ઠરે.

→ નગરપાલિકાના સભ્ય પદ માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.

→ આ ઉપરાંત રાજય વિધાનમંડળ નક્કી કરે તે રીતે તેને ગેરલાયક ઠરાવી શકે છે.



Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ : 243 – W : નગરપાલિકાઓની સત્તા, અધિકારો અને જવાબદારીઓ



→ ભારતના બંધારણમાં શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે એવી જોગવાઈ છે કે રાજયની વિધાન મંડળના કાયદા દ્વારા તેમને જરૂરી સત્તાઓ અને અધિકારો આપવામાં આવશે.

→ બંધારણની અનુસૂચિ 12 માં દર્શાવ્યા મુજબના 18 વિષયો પર નગરપાલિકાની સંપૂર્ણ સત્તા રહેશે.

→ નગરપાલિકાઓ આર્થિક વિકાસ માટે સામાજિક ન્યાયના કાર્યક્રમો કરશે.



Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ - 243 X : કર નાંખવાની સત્તા અને કાયદાઓ



→ નગરપાલિકાને અનુસૂચિ -12 મુજબના વિષયો પર, વેરો, ફી લાદવાની અને વસૂલ કરવાની સત્તા છે.

→ તે ઉપરાંત રાજય વિધાનમંડળ કાયદા દ્વારા જે વેરાઓ નક્કી કરે તે વેરાઓ નગરપાલિકાઓ ઉઘરાવી શકે છે તેમજ તેનો ઉપયોગ પણ કરી શકે છે.

→ નગરપાલિકાઓ રાજય સરકાર દ્વારા રાજયની સંચિતનિધિમાંથી ગ્રાન્ટ આપવાની જોગવાઈ છે.



Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ - 243 Y : નાણાંપંચ



→ ભારતના બંધારણના ભાગ – 9 મુજબ પંચાયતની આર્થિક સમીક્ષા કરવા માટે એક નાણાંપંચની રચના કરવામાં આવે છે. તેમજ નાણાંપંચ નગરપાલિકાઓની આર્થિક સમીક્ષા કરશે.

રાજયપાલ દ્વારા દર પાંચ વર્ષે નાણાંપંચ ની રચના કરવામાં આવશે.

→ નાણાંપંચ ની ભલામણો મુજબ થયેલી કામગીરીનો રિપોર્ટ રાજયપાલ દ્વારા રાજય વિધાન મંડળમાં આપવામાં આવશે.



Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ 243 – Z : નગરપાલિકાઓનું હિસાબોનું ઓડિટ



→ રાજયવિધાનમંડળ કાયદાથી નગરપાલિકાના હિસાબો જાળવવા અને આવી ઓડિટ સંબંધી જોગવાઈ કરી શકે છે.



અનુચ્છેદ - 243 – ZA : નગરપાલિકાઓની ચૂંટણી



→ નગરપાલિકાઓની ચૂંટણી સંબંધી કામગીરી રાજય ચૂંટણી પંચ (અનુચ્છેદ 243 –K માં ઉલ્લેખિત) દ્વારા કરવામાં આવશે.

→ રાજય ચૂંટણી પંચની નિમણૂંક રાજયપાલ દ્વારા કરવામાં આવશે.

→ નગરપાલિકાની ચૂંટણી સંબંધિત કોઈ પણ કામગીરી માટે રાજય વિધાનમંડળ કાયદો બનાવી શકે છે.



અનુચ્છેદ - 243 ZB : કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા બાબત



→ ભારતના રાષ્ટ્રપતિ આ અધિનિયમના કાયદાને કોઈ પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ પાડવા માટે હુકમ કરી શકે છે.



અનુચ્છેદ - 243 ZC : અમુક ક્ષેત્રો પર જોગવાઈ નહીં થાય



→ આ અધિનિયમ રાજયના અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના ક્ષેત્ર પર લાગુ નહીં પડે.

→ ભારતના બંધારણના અનુચ્છેદ- 244 માં દર્શાવેલ રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં ભાગ 9(A) લાગુ નહીં પડે.

→ આ અધિનિયમ પશ્વિમ બંગાળના દાર્જિલિંગ ગોરખાહિલ પરિષદની શક્તિઓ અને કામગીરીને લાગુ નહીં પડે.



Visit : generalknowledgedv.blogspot.com

અનુચ્છેદ - 243 ZD : જિલ્લા આયોજન સમિતિ



→ પ્રત્યેક રાજય સ્તરે, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાએ તૈયાર કરેલી યોજનાઓને એકત્રિત કરવા અને સમગ્ર જિલ્લા માટે વિકાસ યોજના તૈયાર કરવા માટે દરેક રાજ્યમાં જિલ્લા સ્તરે જિલ્લા આયોજન સમિતિની રચના કરવામાં આવશે.

→ આ સમિતિ માટે રાજય વિધાનમંડળ નીચે મુજબની બાબતોની જોગવાઈ કરે છે.

→ આ સમિતિની સંરચુના બાબતે

→ આ સમિતિના સભ્યોની ચૂંટણીની પદ્ધતિ બાબતે

→ આ સમિતિના જિલ્લા આયોજન સબંધિત કાર્યો બાબતે

→ આ સમિતિના અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા બાબતે

→ આ અધિનિયમ અનુસાર જિલ્લા આયોજન સમિતિમાં 4/5 ભાગના સભ્યો જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સ્વયંમાંથી પસંદ કરવામાં આવશે.

Visit : generalknowledgedv.blogspot.com

→ સમિતિના આ સભ્યોની સંખ્યા જિલ્લાના ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ મુજબની રહેશે.

→ આ સમિતિની સભ્ય સંખ્યા 30 થી ઓછી નહીં અને 50 થી વધુ નહીં તેટલી રાખવામા આવે છે.

→ જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ હોદ્દાની રૂએ જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે, જેની નિમણૂક મુખ્યમંત્રી કરે છે.

→ આ સમિતિના સચિવ જિલ્લા કલેક્ટર હોય છે.



અનુચ્છેદ - 243 ZE : મહાનગરીય આયોજન સમિતિ



→ મહાનગરીય આયોજન સમિતિ ને મેટ્રોપોલિટન સમિતિ પણ કહે છે.

→ દરેક મહાનગર ક્ષેત્રમાં વિકાસની યોજનાઓ તૈયાર કરવા માટે એક મહાનગરીય આયોજન સમિતિની રચના કરવામાં આવશે.

→ મહાનગરીય ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેની વસ્તી 10 લાખ કે તેથી વધુ હોય.

→ રાજય વિધાન મંડળ નીચે મુજબની જોગવાઈ કરશે.

→ આ સમિતિની સંરચના અંગે

→ સમિતિના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા બાબતે

→ કેન્દ્ર, રાજય સરકાર તથા અન્ય સંસ્થાઓને આ સમિતિમાં પ્રતિનિધિત્વ બાબતે

Visit : generalknowledgedv.blogspot.com

→ આ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા બાબતે

→ આ અધિનિયમ મુજબ મહાનગરીય આયોજન સમિતિમાં 2/3 ભાગના સભ્યો મહાનગર ક્ષેત્રમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પંચાયતોના અધ્યક્ષો દ્વારા પોતાનમાંથી જ ચૂંટી કાઢવામાં આવશે.

→ આ સમિતિના સભ્યોની સંખ્યા તે મહાનગરીય ક્ષેત્રના નગરપાલિકા અને પંચાયતોની વસ્તીના પ્રમાણ મુજબની રહેશે.

→ મહાનગરીય આયોજન સમિતિના અધ્યક્ષ જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે.

→ આ સમિતિના સકિવ મ્યુનિસિપલ કમિશનર હોય છે અને ઉપાધ્યક્ષ મેયર હોય છે.



અનુચ્છેદ 243 ZF : રાજયના વર્તમાન કાયદાઓ અને નગરપાલિકાઓ અંગે આ ભાગની જોગવઇઓની બાબત



→ નગરપાલિકાઓને સંબંધિત 74 માં બંધારણીય સુધારો , 1992 માં દર્શાવેલ બધા કાયદાઓ એક વર્ષ સુધીમાં લાગુ કરવાના રહેશે.



અનુચ્છેદ 243 ZG: ચૂંટણી સંબંધી બાબતોમાં ન્યાયાલય હસ્તક્ષેપ નહીં કરી શકે



→ આ અધિનિયમ મુજબ નગરપાલિકાઓની ચૂંટણી સબંધિત કોઈ પણ બાબતોને અદાલતમાં ઠરાવી શકાશે નહીં.

→ રાજય વિધાનમંડળ દ્વારા કરેલ કાયદાની જોગવાઈ મુજબ ઠરાવેલી રીતે ચૂંટણી અરજી કરી હોય તે સિવાય નગરપાલિકાની ચૂંટણી સામે નયાયલયમાં પ્રશ્ન કરી શકશે નહીં.



નગરપાલિકાઓના વહીવટ હેઠળ આવરી લેવાયેલા 18 વિષયો



  1. શહેર યોજના, નગર યોજના

  2. જમીન વપરાશ અને મકાનોના બાંધકામના વિનિયમોા

  3. આર્થિક અને સામાજિક વિકાસ માટેની યોજના

  4. રસ્તાઓ અને પુલો

  5. ઔદ્યોગિક, વાણિજ્યિક અને ગૃહ વપરાશના હેતુઓ માટે પાણી પુરવઠો

  6. જાહેર આરોગ્ય, સ્વચ્છતા, સફાઈ અને ગંદા પદાર્થોના નિકાલની વ્યવસ્થા

  7. અગ્નિશામક સેવા

  8. શહેરી, જંગલ, પર્યાવરણ, સંરક્ષણ અને પરિસ્થિતિ વિષયક બાબતોની અભિવૃદ્ધિ

  9. વિકલાંગ અને મંદબુદ્ધિવાળા વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગોનું હિતોનું સંરક્ષણ

  10. ગંદા વસવાટોની સુધારણા અને ઉન્નતિ

  11. Visit : generalknowledgedv.blogspot.com

  12. શહેરી ગરીબી નિવારણ

  13. શહેરી સુખ – સુવિધા અને સગવડો જેવી બાગ , બગીચા, રમતના મેદનોની જોગવાઈ

  14. સાંસ્કૃતિક , શૈક્ષણિક અને સૌંદર્ય લક્ષી પાસાઓની અભિવૃદ્ધિ

  15. કબ્રસ્તાન, સ્મશાન ગૃહો, અગ્નિદાહ અને વિદ્યુત સ્મશાન ગૃહો

  16. ઢોર પૂરવાના ડબા, પશુઓની ક્રૂરતા અટકાવવી

  17. જન્મ અને મરણની નોંધણી સહિત જન્મ- મરણ આંકડા

  18. શેરી, દીવાબત્તીઓ, પાર્કિંગ સ્થળો, બસ સ્ટોપ અને જાહેર સુવિધાઓ

  19. કતલખાના અને ચર્મ ઉદ્યોગનું નિયમન

Visit : generalknowledgedv.blogspot.com

Also read :


  1. સંઘ અને તેનું રાજય ક્ષેત્ર → Read / View

  2. વિધાન સભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ → Read / View

  3. રાજયપાલ → Read / View

  4. રાજ્યનો એડવોકેટ જનરલ → Read / View

Post a Comment

0 Comments