Ad Code

Responsive Advertisement

Governor | રાજયપાલ | ભારતનું બંધારણ


રાજયપાલ (Governor)



→ રાજયપાલ રાજયનો વડો છે તથા બંધારણીય વડો છે.
→ રાજયના બધા વહીવટી કાર્યો રાજયપાલને નામે થાય છે.


અનુચ્છેદ 153


→ દરેક રાજય માટે એક રાજયપાલ રહેશે. પરંતુ ક્યારેક બે અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજયપાલ તરીકે ફરજ બજાવી શકે છે.


અનુચ્છેદ 154 : રાજયની કારોબારી સત્તાઓ રાજયપાલને હસ્તક રહેશે


→ રાજયની કારોબારી સત્તાઓ રાજ્યપાલના હસ્તક રહેશે તથા તેનો ઉપયોગ તે બંધારણ મુજબ સ્વયં અથવા પોતાના આધીન અધિકારીઓ દ્વારા કરે છે.
→ કોઈ વિદ્યમાન કાયદાથી કોઈ બીજા સત્તાધિકારીને અપાયેલાં કાર્યો રાજ્યપાલને સોપાયેલા ગણાશે નહીં.


અનુચ્છેદ 155 : રાજ્યપાલની નિમણૂક


→ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સહી સિક્કાવાળા આજ્ઞાપત્ર દ્વારા કરવામાં આવે છે. (આ પધ્ધતિ કેનેડાના બંધારણ માંથી લેવામાં આવી છે. જ્યારે યુ.એસ..એ. માં રાજયોના રાજયપાલ સીધા મતદારો દ્વારા ચૂંટાઈ આવે છે.)
→ જેવી રીતે કેન્દ્રીય શાસન વ્યવસ્થાનું સુંથી મહત્વપૂર્ણ અંગ રાષ્ટ્રપતિ છે. તેવી જ રીતે રાજ્યનું મહત્ત્વપૂર્ણ અંગ એટલે રાજ્યપાલ
→ રાજ્યપાલ એ રાજ્ય વિધાનમંડળના સભ્ય નથી પરંતુ રાજ્ય વિધાનમંડળના અભિન્ન અંગ છે.
→ રાજ્યપાલનો કાર્યકાળ ભારત સરકાર અધિનયમ, ૧૯૩૫ માંથી લેવામાં આવ્યો છે.
→ મૂળ બંધારણના અનુચ્છેદ-૧૫૩ માં રાજ્યનો એક રાજ્યપાલ રહેશે. પરંતુ ૭માં બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૫૬માં દ્વારા તેમાં ઉમેરવામાં આવ્યું કે એક જ વ્યક્તિને બે અથવા વધુ રાજ્યોનો રાજ્યપાલ બનાવી શકાય છે.

→ 1983 માં કેન્દ્ર રાજય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે ન્યાયમૂર્તિ આર.એસ. સરકરિયાની અધ્યક્ષતામાં “સરકરિયા આયોગ” ની રચના કરવામાં આવી હતી . જેની ભલામણ રાજ્યપાલની નિમણૂકમા છેલ્લા વર્ષોમાં મુખ્ય બે પરંપરા જાળવવામાં આવી છે.
  1. રાજયપાલ સંબંધિત રાજય બહારનો હોય અર્થાત બીજા રાજયનો હોય

  2. સંબંધિત રાજયના મુખ્યમંત્રીશ્રીની સલાહ લેવામાં આવે છે.





અનુચ્છેદ 156 : રાજયપાલનો કાર્યકાળ


→ રાજયપાલ રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલના હોદ્દા ઉપર કાર્યરત રહેશે.
→ રાજયપાલ, રાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકે છે.
→ સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષનો હોય છે.
→ રાષ્ટ્રપતિ રાજ્યપાલને તેનો કાર્યકાળ પૂર્ણ થતાં બીજા રાજયમાં અથવા તે જ રાજયમાં અથવા બાકી કાર્યકાળ માટે પણ બીજા રાજયના રાજયપાલ તરીકે નિમણૂક આપી શકે છે.
→ રાજયપાલ પોતાના હોદ્દાની મુદ્દત પૂરી થવા છતાં જ્યાં સુધી તેનો અનુગામી આવીને હોદ્દો સંભાળી ન લે ત્યાં સુધી રાજયપાલ તરીકે રહી શકે છે.

→ રાજ્યપાલનું પદ એ રાષ્ટ્રપતિની મરજી અંતર્ગતનું છે . (મંત્રીપરિષદનીમરજી)
→ રાજ્યપાલને પદ પરથી દુર કરવાની સત્તાનો ઉપયોગ રાષ્ટ્રપતિ માત્ર મંત્રીપરિષદની સલાહથી જ કરી શકે છે.


અનુછેદ 157 : રાજયપાલ તરીકેની નિમણૂક માટેની લાયકાતો


→ ભારતનો નાગરિક હોવો જોઈએ.
→ ઓછામાં ઓછી તેની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ.
→ તે વ્યક્તિ સંસદના કે રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહના સભ્ય હોવા જોઈએ નહિ.
→ કેન્દ્ર કે રાજ્ય સરકાર અંતર્ગત સેવાઓમાં લાભનું પદ ધરવતા ન હોવા જોઈએ.


અનુચ્છેદ 158 : રાજ્યપાલના હોદ્દાની શરતો


→ ભારતીય બંધારણ અનુચ્છેદ -૧૫૮મ રાજ્યપાલનું મળવા પાત્ર વેતન અને અન્ય લાભો વિશેની જોગવાઈ કરવામાં આવી છે.
→ રાજયપાલ સંસદના બે માંથી કોઈ ગૃહના અથવા પહેલી અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા કોઈ રાજયના વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય જોવો જોઈશે નહિ, અને સંસદના બે માંથી કોઈ ગૃહના અથવા કોઈ રાજયના વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય જો રાજયપાલ તરીકે નિમાય તો તેઓ રાજયપાલ તરીકે પોતાનો હોદ્દો સભાળે તે તારીખે તેમેણે તે ગૃહમાંની પોતાનો બેઠક ખાલી કરી ગણાશે.
→ રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહિ.
→ રાજ્યપાલને ભાડું આપ્યા વગર પોતાના હોદ્દાકીય નિવાસનો ઉપયોગ કરવાનો તેમજ કાયદાથી સાંસદ ઠરાવે તે મળતરો, ભથ્થા અને વિશેષાધિકારો મેળવાવનો હક રહેશે, અને તે અર્થે એ રીતે જોગવાઇ કરવામાં ના આવે ત્યાં સુધી , 2જી અનુસૂચિમા પ્રમાણેના મળતારો ભથ્થા અને વિશેષાધિકારો મેળવાવનો હક રહેશે.
→ એક જ વ્યક્તિને બે અથવા વધુ રાજયોના રાજયપાલ તરીકે નીમવામાં આવ્યા હોય ત્યારે, તે રાજ્યપાલને આપવાના પગાર અને ભથ્થા રાષ્ટ્રપતિ હુકમ કરીને નક્કી કરે તે પ્રમાણમા તે રાજ્યો વચ્ચે ફાળવવામાં આવે છે.
→ રાજ્યપાલના પગાર અને ભથ્થામા તેમની મુદ્દત દરમિયાન ઘટાડો કરી શકાશે નહિ.
→ રાજ્યપાલના પગાર ભથ્થા રાજયની સંચિત નિધિ (એકત્રિત ફંડ / સ્થાયીભંડોળ) માંથી આપવામાં આવે છે. જેના પર રાજયના વિધાનમંડળને મતદાન કરવાનો અધિકાર નથી.
→ રાજ્યપાલને જે સરકારી આવાસ આપવામાં આવે છે. ટે "રાજભવન" તરીકે ઓળખાય છે.


અનુચ્છેદ 159 : રાજ્યપાલને લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા


→ દરેક રાજ્યપાલે અને રાજ્યપાલના કાર્યો ની ફરજ બજાવતી દરેક વ્યક્તિએ પોતાનો હોદ્દો સાંભળતા પહેલાં, તે રાજયના સંબંધમાં હકૂમત ધરાવતા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ/ ન્યાયાધીશ
→ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ની ગેરહાજરીમાં તે ન્યાયાલયના ઉપલબ્ધ ન્યાયાધીશોમાંથી સૌથી વરિષ્ઠ ન્યાયાધીશની હાજરીમાં શપથ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈશે અને તેમાં પોતાની સહી કરવી જોઈશે.


Also read :


  1. સંઘ અને તેનું રાજય ક્ષેત્ર → Read / View
  2. વિધાન સભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ → Read / View
  3. રાજયપાલની શક્તિઓ અને કાર્યોRead / View
  4. રાજ્યનો એડવોકેટ જનરલ → Read / View

Post a Comment

0 Comments