અનુચ્છેદ 1 : સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર
→ "ભારત" અર્થાત "ઈન્ડિયા" રાજયોનો બનેલો સંઘ છે.
→ દેશનું નામ તથા તેના રાજ્યક્ષેત્ર (રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો) વિશેની જોગવાઈઓ છે.
→ ભારતના રાજયો અને રાજયક્ષેત્રો પહેલી અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા મુજબ રહેશે.
→ ભારત રાજયોનો સંઘ અર્થાત ભારતનો કોઈ પણ ક્ષેત્ર તેનાથી અલગ થઈ શકે નહીં.
Also Read :રાજયપાલ (Governor)
અનુચ્છેદ 2 : નવાં રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબત
→ આ અનુચ્છેદ ભારતીય સંઘનો ભાગ ના હોય તેવા બાહ્ય રાજયોના ભારતમાં પ્રવેશ અને રચનાથી સંબધિત છે .
→ ભારતીય સંસદ કાયદાથી પોતાને ઉચિત લાગે તેવી બોલીઓ અને શરતોએ સંઘમાં નવા રાજ્યોને દાખલ કરી શકશે અથવા તેમની સ્થાપના કરી શકશે.Visit :generalknowledgedv.blogspot.com
અનુચ્છેદ 3
નવાં રાજ્યોની રચના અને વર્તમાન રાજ્યોનો વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર
→ કોઈ રાજયમાંથી પ્રદેશ અલગ પાડીને અથવા બે કે વધારે રાજયોના ભાગોને જોડીને અથવા કોઈ પ્રદેશને કોઈ રાજયના ભાગ સાથે જોડીને નવા રાજ્યનું નિર્માણ કરી શકાશે.
→ કોઈ પણ રાજયના વિસ્તારને વધારી શકે છે.
→ કોઈ પણ રાજયના વિસ્તારને ઘટાડી શકે છે.
→ રાજયની સરહદો માં ફેરફાર કરી શકે છે.
→ કોઈ રાજ્યનું નામ બદલી શકે છે.
Also Read :રાજયનો એડવોકેટ જનરલ (Advocate General of State)
કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર, કે નામમાં ફેરફાર કરતાં પહેલા
→ રાષ્ટ્રપતિની પૂર્વમંજુરી આવશ્યક છે.
→ રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજયના વિધાનમંડળનો મત લેવો જરૂરી છે.
→ રાષ્ટ્રપતિ ફેરફાર કરવા માટે રાજય વિધાન મંડળને એક નિશ્વિત સમય મર્યાદામાં મત આપવા જણાવે છે. જોકે રાષ્ટ્રપતિ તે મતને માનવા બંધાયેલા નથી, આમ રાજય બાનવવાની સંપૂર્ણ સત્તા સંસદને મળી જાય છે.
અનુચ્છેદ 4
અનુચ્છેદ ૨ અને અનુચ્છેદ ૩ હેઠળ ઘડેલા કાયદામાં પહેલી અને ચોથી અનુસુચીઓના સુધારા માટેની જોગવાઈઓ
→ અનુચ્છેદ 2 અથવા અનુચ્છેદ 3 માં ઉલ્લેખેલા કોઈ કાયદામાં પહેલી અનુસૂચિ અને ચોથી અનુસુચિના સુધારા માટે તે કાયદાની જોગવાઈઓને અમલમાં લાવવા માટે જરૂરી જોગવાઈઓનો સમાવેશ થશે એન તેમાં સંસદને જરૂરી જણાય તેવી પૂરક, આનુષંગીક અને પારિણામીક જોગવાઈઓનો પણ (એવા કાયદાથી અસર પામેલા રાજય કે રાજયોના સંસદમાંના અને વિધાનમંડળ કે વિધાનમંડળોમાંના પ્રતિનિધિત્વ અંગેની જોગવાઈઓ સહિત) સમાવેશ થઈ શકશે.
→ અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 દ્વારા કરવામાં આવેલ પરિવર્તન એ અનુચ્છેદ -368 મુજબ બંધારણીય સુધારો માનવમાં આવશે નહિ.
0 Comments