Computer Network Types | કોમ્પ્યૂટર નેટવર્કના પ્રકાર
કોમ્પ્યૂટર નેટવર્કના પ્રકાર
કોમ્પ્યૂટર નેટવરક તેમના કાર્ય તથા ભૌગોલિક વિસ્તાર પ્રમાણે 5 પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
- Local Area Network
- Metropolitan Area Network
- Wide Area Network
- Personal Area Network
- Body Area Network
Local Area Network (LAN)
→ જ્યારે પણ કોમ્પ્યુટર નેટવર્ક એક જ ઓરડામાં કે મકાનમાં અથવા કોઈ પણ સંસ્થાના નાનાં કેમ્પસમાં હોય ત્યારે તેને લોકલ એરિયા નેટવર્ક કહેવામા
આવે છે.
→ LAN ના કમ્પ્યુટર એકબીજાથી ઘણા નજીક હોય છે.
→ ઉદાહરણ તરીક કોઈપણ શાળા કે કોલેજના કમ્પ્યુટરની લેબોરેટરીને LAN કહી શકાય.
Metropolitan Area Network (MAN)
→ જ્યારે કોઈપણ શહેર માટે કમ્પ્યુટર નેટવરકની રચના કરવામાં આવે છે ત્યારે તેને Metropolitan Area Network (MAN) તરીકે ઓળખાય
છે.
→ ઉદાહરણ તરીકે નગરપાલિકા કે મ્યુનિસિપાલિટી કમ્પ્યુટરોનું નેટવર્ક
Wide Area Network (WAN)
→ WAN માં કમ્પ્યુટર નેટવર્ક ખૂબ જ બહોળો ભૌગોલિક વિસ્તાર આવરી શકે છે.
→ કોઈ પણ રાજયમાં, દેશમાં જે પછી ખંડમાં ફેયલાયેલું નેટવર્ક WAN તરીકે ઓળખી શકાય.
→ WAN નેટવર્ક 50 થી 100 કિમી, થી માંડીને અનેક રાજય અથવા દેશ આવરી શકે છે.
→ ઉદાહરણ તરીકે ગુજરાત રાજયનું GSWAN રાજ્યની દરેક મામલતદાર કચેરીને જોડે છે.
Personal Area Network (PAN)
→ ઘરમાં જ્યારે બે કે તેથી વધુ કમ્પ્યુટરને જોડવામાં આવે ત્યારે તેને Personal Area Network (PAN) કહી શકાય.
→ PAN ફક્ત એક જ ઘર સુધી જ મર્યાદિત હોય છે.
BODY Area Network (BAN)
→ ક્યારેક વ્યક્તિ પોતાના લેપટોપ સાથે સ્માર્ટ ફોન જોડતા હોય છે. આ પ્રકારના નેટવર્કને બોડી એરિયા નેટવર્ક તરીકે ઓળખાય છે.
→ શરીર સાથે સંકળાયેલ ઉપકરણોનું નેટવર્ક એટલે BAN.
નેટવર્ક પ્રકાર | વિસ્તાર (આશરે) | સુરક્ષાની જરૂરિયાત | વ્યક્તિની સંખ્યા |
BAN | 1-2 મીટર | ઓછી | એક |
PAN | 1-20 મીટર | ઓછી | ઘર/પરિવાર |
LAN | 1- 100 મીટર | મધ્યમ | નાની સંસ્થા |
MAN | 1-100 કિમી. | વધુ | ગામ/ નાગર/ શહેર |
WAN | 100 કિમી. કે વધુ | વધુ | રાજય/દેશ |
0 Comments