Ad Code

દક્ષિણ આફ્રિકાના ગાંધી - નેલ્સન મંડેલા | Nelson Mandela

દક્ષિણ આફ્રિકાના ગાંધી - નેલ્સન મંડેલા
દક્ષિણ આફ્રિકાના ગાંધી - નેલ્સન મંડેલા

→ જન્મ : 18 જુલાઈ, 1918(ટ્રાન્સકી, દક્ષિણ આફ્રિકા)

→ અવસાન : 5 ડિસેમ્બર, 2013 (જ્હોનિસબર્ગ, આફ્રિકા)

→ આફ્રિકાની આઝાદી અને રંગભેદની નીતિના વિરોધમાં 27 વર્ષ જેલવાસ ભોગવનાર અને દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે જાણીતા નેલ્સન મંડલા

→ વિધાર્થી અવસ્થાએથી જ તેઓ રાજ્કારણમાં રસ લેતાં થયેલાં.

→ ફોર્ટ હેંર યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કરી લીધા પછી તેમણે જહોનિસબર્ગની ખાણોમાં કામ કરવાનું શરૂ કરેલું. અહીં તેઓ પ્રખર ક્રાંતિકારી વોલ્ટ સિસુલીના સંપર્કમાં આવ્યા. તેમની સલાહથી મંડેલાએ કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો હતો.


દક્ષિણ આફ્રિકાના ગાંધી

→ તેઓ વર્ષ 1944માં આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં જોડાયા હતા.

→ વર્ષ 1952માં કાનૂન ભંગ કરી 8000ના લોકસમૂહને નેતૃત્વ પૂરું પાડવા બદલ તેમને દેશ નિકાલની સજા થઇ હતી.

→ તેમણે દક્ષિણ આફ્રિકાની આઝાદી માટે લોક પરિષદ બોલાવી સ્વાતંત્ર્ય માટેનો ઢંઢેરો જાહેર કર્યો હતો. આ ઢંઢેરામાં તેમણે પ્રજાની માલિકીના રાજયની માલ-મિલકત- સ્વાતંત્ર્ય અને શાંતિ જેવા જન્મસિદ્ધ અધિકારો, લોકરાજ વગેરેની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

→ વર્ષ 1962માં તેમણે આફ્રિકા અને યુરોપનો પ્રવાસ ખેડયો હતો. પ્રવાસેથી પાછા ફર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રિવોનિયાના બે વર્ષ ચાલેલા ખટલા બાદ તેમને જનમટીપની સજા કરવામાં આવી હતી. આમ છતાં તેમણે લોકશાહી શાસન અંગેની આશા છોડી ન હતી. તેમણે કહ્યુ હતું; બધા લોકો હળીમળીને શાંતિથી રહે ને સમાન હક તથા તક ભોગવે એવા સ્વતંત્ર લોકશાસન માટે હું જીવીશ, અને એ સાકાર કરીશ, જરૂર પડયે આ આદર્શ માટે લડતાં લડતાં મરવાની પણ મારી તૈયારી છે.

→ કેપટાઉન નજીક આવેલી વિકટર વર્સટર જેલમાંથી જયારે તેમને મુકત કરવામાં આવેલાં ત્યારે જેલના દરવાજે 2000 લોકો ઊભા હતા. પણ કેપટાઉનના સીટી હોલની બહાર 50,000ની જનમેદની ઊભરાઈ હતી.

→ તેમને લંડન ટાઇમ્સે આફ્રિકન રાષ્ટ્રવાદના પ્રચંડ નેતા તરીકે નવાજયા હતા.

→ ફેબ્રુઆરી, 1990માં એક. ડબલ્યુ. ડી. કલાર્કે મંડેલાને 27 વર્ષના જેલવાસ પછી મુક્ત કર્યા અને આફ્રિકન નેશનલ કોંગ્રેસ ઉપરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો. આ પછી સૂર્યાસ્તની શરતો રૂપે પાંચ વર્ષ માટે વચગાળાની સરકાર સ્થપાઈ. નવું બંધારણ ઘડાયુ અને વર્ષ 1994માં દરેક વ્યક્તિને મતના સિદ્ધાંત પર ચૂંટણી યોજાય એ મુદ્દાઓ ઉપર સહમતી સધાઇ હતી.

→ વર્ષ 1994-99 દરમિયાન તેઓ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખનું પદ શોભાવનાર પ્રથમ અશ્વેત મહાનુભાવ હતાં.

પુરસ્કારો

→ વર્ષ 1990- ભારતરત્ન ત્રીજા વિદેશી નાગરિક, પ્રથમ મધર ટેરેસા (1980) અને બીજા ખાન અબ્દુલ ગફાર ખાન (1987)

→ વર્ષ 1993- નોબેલ શાંતિ પુરસ્કાર ( (દક્ષિણ આફ્રિકામાં રંગભેદના શાંતિપૂર્ણ નાબૂદીમાં માટે નેલ્સન મંડેલા અને ફ્રેડરીક ડી. ક્લાર્કને સંયુક્ત રીતે)

→ વર્ષ 2001- આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર


→ વર્ષ 1995ની 26મી જાન્યુઆરીની પરેડમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે હાજર રહ્યા હતા. તેમણે ગાંધીજીને તેમના પ્રેરણા ગુરુ સ્વીકાર્યા હતા.

→ નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધીજીની યાદમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ક્રિકેટની ફ્રીડમ સીરિઝ (ફ્રીડમ ટ્રોફી) રમાય છે.

→ 10 નવેમ્બર, 2009ના રોજ સંયુકત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેઓની યાદમાં 18 જુલાઇ ના રોજ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

→ સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા માનવ અધિકાર માટે સંઘર્ષ કરનાર વિશ્વના ત્રણ મહાન વ્યક્તિઓની જન્મજયંતી મનાવવામાં આવે છે. જેમાં નેલ્સન મંડેલા, ડો. બાબાસાહેબ આંબેડકર અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો સમાવેશ આવે છે.

→ તેમની આત્મકથા નામ લોંગ વોક ટુ ફ્રીડમ છે.

શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે. જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય તેમ છે - નેલ્સન મંડેલા

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments