Ad Code

ક્રાંતિકારી અને દેશભક્ત : મહર્ષિ અરવિંદ | Mahrshi Arvind

ક્રાંતિકારી અને દેશભક્ત : મહર્ષિ અરવિંદ
ક્રાંતિકારી અને દેશભક્ત : મહર્ષિ અરવિંદ

→ જન્મ : 15 ઓગસ્ટ, 1872 (કોલકત્તા)

→ પિતાનું નામ : કૃષ્ણધન ઘોષ

→ માતાનું નામ : સ્વર્ણલતા દેવી

→ અવસાન : 5 ડિસેમ્બર, 1950 (પુડ્ડુચેરી)


→ ક્રાંતિકારી, દેશભક્ત અને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુગપુરુષ મહર્ષિ અરવિંદ

→ તેમના પિતા કૃષ્ણાધન ઘોષ તેમને એક્રોઇડ ઘોષ કહેતા હતા.

→ તેમણે ઈગ્લેંડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.


સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન

→ તેઓ લાલ, બાલ અને પાલની ત્રિપુટીના જહાલવાદી (ગરમપંથી) સમર્થક હતા.

→ તેમણે વર્ષ 1902માં કોલકત્તા ખાતે અનુશીલન સમિતિની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

→ લોર્ડ કર્ઝન દ્વારા વર્ષ 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવતા તેમણે તેનો ઉત્તેજક ભાષણ આપીને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ અગ્રેજ સરકારની દમન નીતિના લેખો પ્રકાશિત કરીને નિંદા કરી હતી.

→ બંગ ભંગ આંદોલનનું નેતૃત્વ સ્વીન્દ્રનાથ ટાગોર તથા અરવિંદ ઘોષ દ્વારા કરવામાં આવ્યું હતું.

→ અરવિંદ ઘોષ ઈ.સ. 1897માં ગુજરાત આવ્યા અને 1907 સુધી વડોદરા શહેરમાં નિવાસ કર્યો.

→ ઈ.સ.1900 થી 1906 સુધી વડોદરામાં દાંડિયા બજારમાં આવેલા ખાંસીરામ જાદવના બંગલામાં રહ્યા જે આજે શ્રી અરવિંદ નિવાસ નામે ઓળખાય છે.

→ તેમણે વડોદરા આવ્યા પછી ઇન્દુપ્રકાશ નામના સાપ્તાહિક પત્રમાં ન્યુ લેમ્પ્સ ફોર ઓલ્ડ શીર્ષક હેઠળ રાજકારણને લગતા લેખોની એકમાળા લખી હતી.

→ અરવિંદ ઘોષ ગુજરાતમાં વડોદરાની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા. તેમના જ્ઞાનથી પ્રભાવિત થઇને વડોદરાના મહારાજા સયાજીરાવ-૩ એ તેમને પોતાના અંગત સચિવ બનાવ્યા હતા.

→ વડોદરાના લશ્કરમાંના એક બંગાળી સિપાહી જતીન બેનરજીને એક કાર્યક્રમ સોંપી તેમણે પોતાના લેફટનન્ટ તરીકે બંગાળ મોકલ્યા હતા. આ કાર્યક્રમ મુજબ તેમણે લોકોને ક્રાંતિ માટે તૈયાર કરી સંગઠિત કરવાના હતાં.

ગુજરાતમાં સશસ્ત્રક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી. આ પુસ્તક લખવા પાછળનો વિચાર બારીન્દ્ર ઘોષનો હતો. આ પુસ્તકમાં અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂકવાની યોજના વિશે માહિતી હતી.

→ ભવાની મંદીરની યોજનામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠની સીધી અસર દેખાય છે.

→ અરવિંદ ઘોષની સશસ્ત્ર ક્રાંતિમાં સ્વામી વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત પણ સંકળાયેલા હતા.

→ ભવાની મંદિરમાં લખ્યું છે કે 'આ યોજના હેઠળ પશ્ચિમ હિંદના પર્વતોમાં કોઇ એકાંત સ્થળે એક મંદિર બાંધી અને ભારત માતાની સેવામાં પોતાનું આખું જીવન અર્પણ કરે તેવા રાજકીય સંન્યાસીઓનું એક દળ ઊભું કરવું.'

→ ભારત માતા કી જયનો સમર્પિત નારો વડોદરાની ભૂમિ પર અરવિન્દ ઘોષની 'ભવાની મંદિર' પુસ્તિકાથી ઉદ્ભવ્ય હતો અને વર્ષ 1907માં તેમણે પોતાના ભાષણમાં ભારત દેશને ભારત માતા તરીકે સંબોધન કરનાર પ્રથમ નેતા હતા.

→ ભારત માતાનું ચિત્ર શાંતિનિકેતનના ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરે દોર્યું હતું.

→ 'ભવાની મંદીર'નો ગુજરાતી ભાષામાં અનુવાદ દક્ષિણા સામયિકમાં થયો હતો.


પુસ્તકો અને પત્રિકાઓ

→ તમારો રાષ્ટ્રવાદ, રાજનીતિ, સમાજવાદ, વેદ, ઉપનિષદ, પુરાણ, સાહિત્ય અને કવિતા ક્ષેત્રમાં ધ લાઇફ ડિવાઇન, સાવિત્રિ, યોગ સમન્વય, લેટર્સ ઓન યોગા, ધ મધર, War and Self- determination, The Renaissance in India, The Future Poetry, The Ideal of Human Unity વગેરે કૃતિઓની રચના કરી હતી.

→ તેમણે અંગ્રેજીમાં કર્મયોગી તથા આર્ય અને બંગાળીમાં ધર્મ નામના સામયિકો શરૂ કર્યા હતા. આ ઉપરાંત વંદે માતરમ્ અંગ્રેજી દૈનિકનાં સંપાદક તરીકે કામગીરી કરી હતી.


શ્રી અરવિંદ આશ્રમ

→ તેમણે વર્ષ 1926માં આધ્યાત્મિક કાર્યકરોની મદદથી પુડ્ડયેરી ખાતે શ્રી અરવિંદ આશ્રમની સ્થાપના કરી હતી.

→ તેમણે અલીપુર બોમ્બ કેસમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ આધ્યાત્મિક જીવન તરફ વળ્યા અને કાંતિકારી પ્રવૃત્તિ બંધ કરી યોગી અરવિંદ બની ગયા હતા.

→ ગુજરાતમાં વલસાડના નારગોલ ખાતે પણ મહર્ષિ અરવિંદનું આશ્રમ આવેલ છે.



→ નર્મદા કાંઠે રહેતા વિષ્ણુ ભાસ્કર લેલે, બેરિસ્ટર કેશવલાલ દેશપાંડે અને અરવિંદ ઘોષ એકબીજાના સંપર્કમાં આવ્યા અને કેશવલાલ દેશપાંડેએ વર્ષ 1907માં અરવિંદ ઘોષની પત્રિકા ભવાની મંદિરમાંથી પ્રેરણા લઈને નર્મદા કાંઠે આવેલ ચાંદોદ કરનાળી ખાતે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટે ગંગનાથ વિધાલય સ્થાપી. પાછળથી આ વિધાલય સાથે કાકાસાહેબ કાલેલકર જોડાયા હતા. આ સંસ્થા વર્ષ 1907 થી 1911 સુધી જ ચાલુ રહી શકી. અંગ્રેજોને શંકા જતા આ વિધાલય બંધ કરાવી દીધી હતી.

→ તેઓ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થયા હતા.

→ તેમને 21 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડમાં ICS ઓફિસર બનવાની તક મળી, પરંતુ દેશભકિત માટે આ તકને જતી કરી હતી.

→ અંબુભાઈ પુરાણી અને તે છોટુભાઇ પુરાણી અરવિંદ ઘોષના અંતેવાસી હતા.

→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1964માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ તેમની 125મી જન્મજયંતિ પર વર્ષ 1997માં શ્રી અરવિંદ આશ્રમ દ્વારા અરવિંદ ઘોષની સંપૂર્ણ કૃતિઓને 37 ભાગમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

→ અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષ સમયના ક્રાંતિકારી આંદોલનનો ચિતાર કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથા સ્વપ્નદ્રષ્ટામાં આપ્યો છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments