Ad Code

ઇચ્છારામ દેસાઇ | Ichharam Desai

ઇચ્છારામ દેસાઇ
ઇચ્છારામ દેસાઇ

→ જન્મ : 10 ઓગષ્ટ, 1853 (સુરત)

→ પૂરું નામ : ઇચ્છારામ સુર્યરામ દેસાઇ

→ અવસાન : 5 ડિસેમ્બર, 1912 (મુંબઇ)

→ ઉપનામ : શંકર


→ ગુજરાતી સાહિત્યક્ષેત્રે ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા

→ તેમના પૂર્વજોને મુઘલ શાસન દરમિયાન વેરો ઉઘરાવવાની સત્તા મળી હોવાથી તેઓની 'દેસાઈ' અટક પડી હતી.

→ તેઓએ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 6 સુધી સુરત ખાતે અભ્યાસ કર્યો હતો.

→ ઘર ખર્ચને પહોંચી વળવા તેમણે દેશીમિત્ર અખબારમાં લેખ લખવા અને બીબા ગોઠવવાનું કામ કર્યું હતું.

→ તેઓએ વર્ષ 1878 માં સ્વતંત્રતા નામનું માસિક અને વર્ષ 1880માં ગુજરાતી નામથી સાપ્તાહિક શરૂ કર્યુ હતું. જેની લોકપ્રિયતાઓ વધતા તેમણે ગુજરાતી પ્રેસની સ્થાપના કરી.

→ તેઓએ વર્ષ 1891માં ગાયકવાડ સરકારના જ્યોતિષી પંડિત અમૃતલાલાના સહકારથી વિક્રમ સાવંત 1948નું સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાગ બહાર પાડ્યું હતું.

→ તેમણે સુરતમાં શારદાપૂજક મંડળીની સ્થાપના કરી હતી અને ગુજરાતી સામયિકોમાં 'દિવાળી અંકો" કાઢવાનું શરૂ કર્યું હતું.

→ તેમના રાજકીય લાખનો માટે રાજદ્રોહના આધાર પર અંગ્રેજોએ તમની ધરપકડ કરી હતી પરંતુ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા હતા.


સાહિત્ય સર્જન

→ ચિત્રલેખઃ શ્રીકૃષ્ણ કથામૃત, મહારાણી વિક્ટોરિયા

→ નવલકથા : દિલ્હી પર હલ્લો, સવિતાસુંદરી, ચંદ્રકાંત ભાગ 1 થી 3, ટીપુ સુલતાન (ભાગ-1, અપૂર્ણ), રાજભક્તિ વિડંબણ, હિંદ અને બ્રિટાનિયા, ગંગા - એક ગુર્જર વાર્તા, શિવજી લૂંટ, ભરતખંડના રાજકર્તા

→ બાળસાહિત્ય : બાળકોનો આનંદ (ભાગ 1 અને 2)

→ સંપાદન : ઓખાહરણ, બૃહદ કાવ્ય દોહન ભાગ 1 થી 8, માસની કથા, પદ્અંધ ભાગવત, કૃષ્ણચરિત્ર , નળાખ્યાન, પુરુષોતમ

→ અનુવાદ : યમસ્મૃતિ, ચારુ ચર્યા અથવા શુભાચાર, અરેબિયન નાઇટસ (ભાગ 1 અને 2), કથાસરિત્ સાગર (ભાગ 1 અને 2), કલાવિલાસ, વિદુર નીતિ, સરળ કાદંબરી, રાજતરંગિણી (ભાગ -1), ઔરંગઝેબ, પંચદેશી, વાલ્મીકિ રામાયણ, પ્રાચીન ગ્રંથ મહાભારત (ભાગ 1 થી 3)

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments