Ad Code

ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમજૂતી ભાગ -4


ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમજૂતી


→ સંહાર : નાશ → ધનંજય : અર્જુન
→ શોણિત : લોહી → હલાહલ : ભયંકર ઝેર
→ દશે દિશા : દિશાઓ-ખૂણાઓ અને જમીન તથા આસમાન તરફ → પ્રજળવું : સળગવું
→ ચિત્રસેન : સૈનિક → દ્વૈતવન : એક પૌરાણિક જંગલ
→ મહાત કરવું : હરાવવું → સૂતપુત્ર : સારથિનો પુત્ર, અહીં કર્ણ
→ કલેવર : શરીર, ખોળિયું → દારુણ : નિર્દય, કઠોર, ભયાનક
→ મહાકાલ : મહાદેવ → આક્રંદ : રુદન, વિલાપ
→ જટાસુર : જટા ધરાવતા અસુર રાજા → કીચક : વિરાટ રાજાનો સાળો
→ સમરાંગણ : યુદ્ધભૂમિ → વૃથા : નકામું
→ ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય → પથ : રસ્તો, માર્ગ
→ નિષ્કંટક : કાંટા વિનાનું → વડવાનલ : સમુદ્રમાં લાગતો અગ્નિ
→ શોકાવેશે : શોકના આવેશમાં → ભીતિ : ડર, બીક
→ જવલિત : બળતી, સળગતી → સંભ્રમે : ગભરાટથી, વ્યાકુળતાથી
→ વજ્રપાત : વજ્ર- ઇન્દ્રનું શસ્ત્ર પડયું હોય એવો આઘાત → સંકષ્ટ : મહામુશ્કેલીથી
→ ગ્રહી : પકડી → સન્મુખી થવા : મળવા
→ કૃતાપરાધ-શો : અપરાધ કર્યો હોય તેવો, ગુનેગાર જેવો → દીનમુખે : ગરીબડા મોઢે
→ સંમતિ યાચવા : રજા લેવા → અનુજ્ઞા : આજ્ઞા, રજા
→ રોમદ્વારે : રૂંવાડે રૂંવાડે → રક્ત વારિત્વ પામતું : લોહી ફિક્કું પડી જતું હતું. (લોહીનું પાણી થઈ જતું હતું)
→ વિલોકી : જોઈ → આર્તનાદ : દુઃખનો પોકાર
→ આપદ્ભાર : દુઃખનો ભાર → તૂટતા આભને...ઉરે (ઊર્મિલાની) : અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહી લેવાની શક્તિ-અડગ શક્તિ-ધૈર્યનું સૂચન
→ વપુ : શરીર → વિપદ્વજપ્રહાર : વિપત્તિરૂપ વજનો પ્રહાર
→ અનુજ : નાનો ભાઈ → દયિત : પ્રિય, પ્રીતમ (દયિતા- પત્ની)
→ વિપ્રયોગ : વિયોગ → યુક્ત યોગ
→ ધૃતિ : ધીરજ → સુરાત્મજા : સુર (દેવ)ની આત્મજા-પુત્રી, દેવીપુત્રી
→ આશ્વાસો : આશ્વાસનયુક્ત શબ્દો → મૂર્છિતા ભૂતલે પડી : મૂર્છિત થઈને ધરતી ઉપર ફસડાઈ પડી.
→ સૌજન્ય : ભલાઈ, સુજનતા → હજૂર : દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર, હાજરી, તહેનાત
→ રિપુ : દુશ્મન → બંદરી હક : બંદર પરનો હક
→ પાટવીકુંવર : સૌથી મોટો પુત્ર, ગાદીવારસ → નિઃસ્પૃહતા : સ્પર્શે નહીં તેવું
→ મારા (મારો): કોઈને મારી નાખવા મોકલેલો માણસ → અનૃણી : અઋણી
→ અનિરુદ્ધ : રોકેલું → હયાતી : હાજરી, અસ્તિત્વ
→ ઍડ્મિનિસ્ટ્રેટર : સંચાલક, વહીવટકર્તા → પરહિતપરાયણતા: બીજાના હિતાર્થે કાર્ય કરવું
→ દંડદાતા : સજા આપનારો → ડાંફ : મોટું પગલું
→ સાપેક્ષ : અપેક્ષાવાળું → બ્રહ્મચર્ય : ઇન્દ્રિયનિગ્રહ
→ મહાંણ : સ્મશાન → દંડૂકા ટૂંકી લાકડી
→ ઘૂમટો : લાજ કાઢવી → વિમાસવું : વિચારવું
→ દિશાશૂન્ય : ધ્યેયહીન, સૂઝબૂઝ વિનાનું → કેફ : નશો
→ તાસીર : પ્રકૃતિ, સ્વભાવ → ગતાગમ : સમજ
→ ખેવના : ઇચ્છા, આશા → મજૂસ : પેટી, પટારો
→ ચાટ : કૂતરાને ખાવા નાખવાનું સાધન → જુવાળ : ભરતી, પ્રવાહ
→ પરસાળ : ઓસરી → કૌતક : કૌતુક, નવાઈ
→ અછો વાનાં કરવાં : અતિશય લાડ કરવા → નૈન : નયન, આંખ
→ કુંકુમ : કંકુ → અણમૂલ : અમૂલ્ય
→ સમીપ : નજીક, પાસે → માંગલ્ય : શુભ, કલ્યાણ
→ સુહાગી : સુભાગી, સુખી → રેતની શીશી : ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન, રેતઘડિયાળ
→ કુટિર : ઝૂંપડી → બરાક: બરૅક, સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર
→ આલેખેલું : ચીતરેલું → નમણાઈ : લાવણ્ય, રૂપાળાપણું
→ એસેન્ટ : સ્વરભાર → નર્સરી : (અહીં) બાલવાડી
→ મૉન્ટેસોરી : બાળકેળવણીની નૂતન પદ્ધતિના આદ્યપ્રણેતા માદામ મૉન્ટેસોરી → ડેસ્ટિટયૂટ હોમ નિરાધાર બાળકો માટેનો આશ્રમ
→ કિલોલે કૂજે : કલ્લોલથી ગાય, આનંદથી ગાય (અહીં) હિંસક આનંદથી દેકારો કરે → વહી રહ્યો'તો પસાર થઈ રહ્યો હતો
→ ઉચાટ: ચિંતા → દૂઝે : ઝમે, ટપકે
→ અલોપ : અદૃશ્ય થયા (અહીં) ચાલ્યા ગયા.





Post a Comment

0 Comments