→ નિબંધકાર, આધ્યાત્મિક, રાષ્ટ્રવાદી કવિ અને કોશકાર
→ તેમણે ભગવાન બુદ્ધના પરમ શિષ્ય આનંદ પરથી તેમનું નામ આનંદ રાખ્યું અને તેઓ સ્વામી આનંદ તરીકે ઓળખાવા લાગ્યાં.
→ સંન્યાસમાં કડવા અનુભવો થતા તેમણે નેપાળ પાસે માયાવતીમાં રામકૃષ્ણ મિશનમાં સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ઉત્તરાખંડના અલમોડામાં શિક્ષક તરીકે જોડાયાં હતાં.
→ તેઓ વર્ષ 1905માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતાં.
→ તેમણે મુંબઇમાં ખબરપત્રી અને ગૃહશિક્ષક તરીકેનું કાર્ય પણ કર્યું હતું.
→ તેઓ વર્ષ 1907માં લોક્માન્ય તિલકના કેસરી સામયિકના મુદ્રણકાર્યમાં જોડાયા હતાં તેમજ તેમણે લોક્માન્ય તિલકના પુસ્તક ગીતારહસ્યનો ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો.
→ તેમણે વર્ષ 1917માં નવજીવન અને યંગ ઇન્ડિયા માં સંપાદક તરીકે કાર્ય કર્યુ હતું. તેમણે ગાંધીજીને આત્મકથા લખવા માટે પ્રેરણા આપી હતી.
→ તેમણે 'ઇસુનું બલિદાન' શીર્ષકથી લેખમાળા લખીને સાહિત્ય લખવાનો પ્રારંભ કર્યો
→ વર્ષ 1922માં યંગ ઇન્ડિયા માં તેમના પ્રકાશિત લેખ માટે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેઓ વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ રહ્યાં હતાં.
→ તેઓએ વર્ષ 1930માં મુંબઇ મીઠાના સત્યાગ્રહમાં સક્રિય રીતે ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેમણે વર્ષ 1942માં હિન્દ છોડો ચળવળમાં ભૂગર્ભ પત્રિકાનું કામ સંભાળ્યું હતું.
→ તેમણે વર્ષ 1947માં પંજાબમાં હિન્દુ-મુસ્લિમ રમખાણોમાં નિર્વાસિતોની મદદ કરી હતી.
→ તેમના પુસ્તકોમાંથી પસંદ કરેલા લખાણોનો સંગ્રહ ધરતીની આરતી નામે પ્રગટ થાય છે. તેમજ તેમની કહેવતો અને રૂઢિપ્રયોગોનો સંગ્રહ જૂની મૂડી પ્રકાશિત કર્યો.
→ તેમને વર્ષ 1967માં તેમની કૃતિ કુળકથાઓ માટે દિલ્હી સાહિત્ય એકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે તેનો અસ્વીકાર કરતા કહ્યુ કે સાધુને વળી ઇનામ કેવા.
0 Comments