→ દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ઉજવવામાં આવે છે.
ઉદ્દેશ્ય:
→ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભૌગોલિક વિવિધતાથી દેશ-વિદેશના લોકોને પરિચિત કરાવવાનો તથા પ્રવાસન ક્ષેત્રે રોજગાર વધારવાનો છે.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2008માં 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
→ ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી વર્ષ 2002થી Incredible India (અતુલ્ય ભારત) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
→ ભારતના ધોળાવીરા અને રામપ્પા સહિત 42 સ્થળો વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) તરીકે પસંદગી પામ્યા છે.
→ ગુજરાતના નર્મદા જિલ્લાના સાધુ બેટ પર આવેલ Statue of Unity ને શાંઘાઈ કો-ઓપરેશન આર્ગેનાઇઝેશન દ્વારા 8મી અજાયબી (8 Wonders of SCO) તરીકેની જાહેરાત કરવામાં આવી છે.
→ ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે ખ્યાતનામ બનાવવાના ઉદેશ્યથી 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી ગુજરાત પ્રવાસન નીતિ ની જાહેરાત કરવામાં આવી છે. જેનો હેતુ સસ્ટેનેબલ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો અને પ્રદુષણરહિત પ્રવાસન સ્થળ નિર્માણ કરવાનો છે.
→ સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
0 Comments