→ ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય મતદાર દિવસ'(National Voters Day)ની ઉજવણી કરવામાં આવે છે.
→ આ ઉજવણીનો પ્રારંભ 25 જાન્યુઆરી, 2011ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાદેવી પાટિલે કરાવ્યો હતો.
→ ત્યારબાદ દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ભારતમાં “રાષ્ટ્રીય મતદાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ રાષ્ટ્રીય મતદાર દિવસ'ની ઉજવણી કરવા પાછળ ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય વધુ મતદારો, ખાસ કરીને મતદારો બનાવવાનો છે.
→ આ દિવસે મતદાન પ્રક્રિયામાં મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ ફેલાવવામાં છે.
→ ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી એટલે આ તારીખની ખાસ યાદ સ્વરૂપે તથા ભારતીય નાગરીકોમાં મતદાન પ્રત્યે જાગૃકતા ફેલાવવાના હેતુથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
0 Comments