Ad Code

વિશ્વ શિક્ષણ દિવસ ( International Day of Education)

→ સમગ્ર વિશ્વમાં 24 જાન્યુઆરીના રોજ 'વિશ્વ શિક્ષણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ વિકાસમાં શિક્ષણની ભૂમિકાની ઉજવણી કરવા માટે 3જી ડિસેમ્બર,2018ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા ઠરાવ મુજબ 24 જાન્યુઆરી,2019ના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

→ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 3 ડિસેમ્બર, 2018ના રોજ આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ શાંતિ તથા વિશ્વના વિકાસમાં શિક્ષણની ભૂમિકાને ઉજાગર કરવાનો છે.

→ આ ઉજવણીનું નેતૃત્વ યુએન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) કરે છે.

→ નોંધ : 'વિશ્વ શિક્ષણ દિવસ' 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. જ્યારે ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ' 11 નવેમ્બરના રોજ ઉજવાય છે.

→ વર્ષ 2023 માં પાંચમો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી,2023 ના રોજ “Invest in people and prioritize education” થીમ હેઠળ ઉજવવામાં આવ્યો.

→ વર્ષ 2024 થીમ : "learning for lasting peace"




Post a Comment

0 Comments