→ ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં મેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો લોકો ઢોલ વગાડતાં અને આનંદથી નાચતાં-ગાતાં આવે છે.
→ હોળીના તહેવાર પછી પાંચમે, સાતમે કે બારમે દિવસે નક્કી કરેલા સ્થળે ગોળગધેડાનો મેળો ભરાય છે.
→ ગોળગધેડાના મેદાનની મધ્યમાં 20 થી 25 ફૂટ ઊંચો લાકડાનો એક સ્તંભ ઊભો કરવામાં આવે છે.
→ આ સ્તંભ ઉપર વીંધ પાડીને માણસ ઊભો રહી સહકે તેવી રીતે ચાર- પાંચ ફૂટના બે આડા લાકડાના કટકા બેસાડવામાં આવે છે અને થાંભલાની ટોચ પર ગોળ પોટલી લટકાવવામાં આવે છે.
→ પછી આ સ્તંભ ફરતી યુવાન કુંવારી કન્યાઓ હાથમાં વાંસના દાંડિકા લઈને ઢોલના તાલેતાલ ગાતી ગાતી સ્તંભની આસપાસ ગોળાકારમાં નૃત્ય કરે છે.
→ કુંવારી કન્યાઓનાં આ ટોળાની વચ્ચે થઈને બે- ત્રણ જુવાનિયાઓ આ સ્તંભ પર ચડે છે.
→ આ વખતે કુંવારી કન્યાઓ ડંડીકાથી જુવાનિયાઓને માર મારીને નીચે પાડે છે,પણ કોઈ જુવાન માર ખાઈને પણ આ સ્તંભ ઉપર ચડી જાય છે અને પોટલી છોડીને ગોળ ચારેબાજુ ઉડાડે છે, પછી બધાની નજર ચુકાવીને નીચે કૂદી પડે છે.
→ આ પોટલીનો ગોળ લેવા ગધેડા જેવો માર ખાવો પડે છે તેથી જ આ મેળો “ગોળગધેડાનો મેળા” ના નામે ઓળખાય છે.
→ કેટલાક આદિવાસી વિસ્તારોમાં ગોળને બદલે સ્તંભ ઉપર ધજા મૂકવામાં આવે છે.
→ રમતમાં વિજય મેળવી આદિવાસી યુવાન મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ મેળવે છે આથી આ મેળો પ્રાચીન સ્વયંવરના જેવું સ્વરૂપ ધારણ કરે છે.
→ વિજય મેળવતા પહેલા યુવાનને યુવતીઓની લાકડીઓનો માર સહન કરવો પડતો હોય છે પણ ત્યારબાદ તેને ગોળ ખાવા અને ખવડાવવા પણ મળે છે એટલે આ મેળાને ‘ગોળ ગધેડાનો’ મેળો કહેવામાં આવે છે.
0 Comments