→ પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લાના આદિવાસીઓમાં “ચાડિયામેળો” ભરાય છે.
→ હોળી પછી તરત જ યોજાતા આ મેળામાં આદિવાસીઓના લાકડાનો ચાડિયો બનાવી, નાળિયેરનું માથું અને કોડિયુંની આંખો બનાવી તેના માથે કપડું બાંધે છે અને તેને નવા કપડાં પહેરાવી ઊંચા ઝાડની ટોચ પર પર બાંધવામાં આવે છે.
→ ઝાડની નીચે આદિવાસીઓ સ્ત્રીઓ નૃત્ય કરે છે.
→ ઝાડ પર ચાડિયો ઉતારવા માટે જુવાનિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે.
→ જે કોઈ જુવાનિયો ચાડિયો લેવા માટે ઝાડ પર ચડે તેને નૃત્ય કરતી આદિવાસી નારીઓનું ટોળું માર મારીને તેને નીચે પાડે છે.
→ આ મારા સહન કરીને કો કોઈ જુવાનિયો ઝાડ પર ચડીને ચાડિયો લઈ આવે તો તેને ચડિયાના કપડાં એને આપી દેવામાં આવે છે અને પછી ઢોલ સાથે નાચ ચાલે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇