→ પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે.
→ આ મેળામાં એક લંબચોરસ ખાડો કરી તેમાં બાવળના લાકડાના મોટા ખોડસાં (લાકડાના મોટા કટકા) સળગાવી ધગધગતા અંગારા પાડવામાં આવે છે.
→ આ પ્રસંગે આદિવાસી સ્ત્રી- પુરુષો હાથમાં નાળિયેર ને પાણીના લોટા લઈ ઉધાડા પગે સળગતા અંગારા પર સતવાર એક છેડેથી બીજા છેડે જાય છે. પછી પગે લાગી નાળિયેર ફોડે છે.
→ ઉઘાડા પગે ચાલવા છતાં પગે સહેજ પણ ઈજા થતી નથી.
→ આ પ્રસંગે લોકો પોતાનાં બાળકો એન ઢોરઢાંખરના રક્ષણ માટે અગ્નિદેવની બાધા રાખે છે.
0 Comments