Ad Code

કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ | Central Excise Day

કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ Central Excise Day
કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ

→ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 24 ફેબ્રુઆરીને કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ (Central Excise Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ માલના ઉત્પાદનમાં થતા ભ્રષ્ટાચારને રોકવા તેમજ શ્રેષ્ઠ રીતે શક્ય એકસાઈઝ સેવાઓ હાથ ધરવા અને અન્ય નિયમો અમલી બનાવવા માટે ફરજ બજાવનાર કર્મચારીઓને પ્રોત્સાહન આપવાનો છે.

→ 24 ફેબ્રુઆરી, 1944 ના રોજ કેન્દ્રીય ઉત્પાદ શુલ્કનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, તેથી તેની યાદમાં 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' (Central Excise Day) ઉજવવામાં આવે છે.

→ કોઇ વસ્તુનું ઉત્પાદન દેશની અંદર કરવા પર કેન્દ્ર સરકાર દ્વારા જે કર લગાવાય છે તેને ઉત્પાદ શુલ્ક કહે છે આ એક પરોક્ષ કર છે.

→ સેન્ટ્રલ એકસાઈઝ વિભાગ દ્વારા એકત્ર કરાયેલ કરનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, દેશની સામાજીક ક્ષેત્રની યોજનાઓના વિસ્તરણ અને અમલીકરણમાં તેમજ દેશના અર્થતંત્રનો વિકાસ કરવા માટે થાય છે.


CBIC વિશે

→ CBIC વૈધાનિક સંસ્થા છે, જે નાણાં મંત્રાલયના મહેસુલ વિભાગ અંતર્ગત સીમા શુલ્ક, કેન્દ્રીય ઉત્પાદન કર, GST તેમજ દાણચોરી અટકાવવા સંબધિત નીતિ ઘડવાનું કાર્ય કરે છે.

→ તેનું ધ્યેય વાક્ય 'દેશ સેવાર્થ કર સંચય છે.

→ વર્ષ 2018 માં Central Board of Excise and Customs (CBEC) નું નામ બદલીને Central Board of Indirect Taxes And Customs (CBIC) કરવામાં આવ્યું છે

નોંધ : આયકર દિવસ 24 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments