Ad Code

વાક્યશુદ્ધિ/ ભાષાશુદ્ધિ /લેખનશુદ્ધિ

વાક્યશુદ્ધિ/ ભાષાશુદ્ધિ /લેખનશુદ્ધિ
→ નીચેનાં વાક્યો વાંચો.

→ (૧)પહેલાં અહીં મહેલ ,હતો હવે ખંડેર છે .

→ (૨)તમે મારા કરતાં પહેલાં આવી ગયા.

→ (૩)વૈષ્ણવી પહેલા નંબરે પાસ થઈ.

→ ઉપરના વાક્ય નંબર 1અને 2 માં પહેલાં શબ્દ પર અનુસ્વાર છે અને વાક્ય નંબર 3માં રહેલા પહેલા શબ્દ પર અનુસ્વાર નથી.

→ આ બંને શબ્દોના અર્થમાં રહેલો તફાવત જોઈએ તો પહેલાં -અગાઉ ,પૂર્વે (આ શબ્દ અવ્યય છે) પહેલા-"પહેલું"નું રૂપ છે, ક્રમ અથવા દરજ્જો દર્શાવે છે .(આ શબ્દ વિશેષણ છે)

→ વાક્યમાં જ્યારે અગાઉ એવા અર્થમાં સમયનો સંદર્ભ આપીને વાત કરવાની હોય ત્યારે પહેલાં શબ્દ વાપરવો જોઈએ અને જ્યારે ક્રમ દર્શાવવાનો હોય ત્યારે પહેલા શબ્દ વાપરવો જોઈએ.

Post a Comment

0 Comments