→ ભારતમાં દર વર્ષે 1 એપ્રિલના રોજ ભારતીય રિઝર્વ બૅન્ક(RBI)નો સ્થાપના દિવસ ઉજવવવામાં આવે છે.
→ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 અંતર્ગત ભારતમાં આર્થિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 1 એપ્રિલ, 1935ના રોજ RBI (Reserve Bank of India) ની સ્થાપના કરવામાં આવી હતી.
→ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભારતની સેન્ટ્રલ બેંક છે. તથા તે ભારતની તમામ બેંકોનું સંચાલન કરે છે.
→ ડો. બાબાસાહેબ આંબડેકરે આપેલા માર્ગદર્શન તથા નિર્દેશક સિદ્ધાંતોના આધારે RBIની સ્થાપના કરવામાં આવી હતી.
→ ડો.બાબાસાહેબ આંબેડકરે તેમના પુસ્તક The Problem of the Rupee-It's origin and it's solution માં આપેલા માર્ગદર્શન તથા નિર્દેશક સિદ્ધાંતોને આધારે વર્ષ 1926માં ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સથી સંબંધિત રોયલ કમિશને ભારત માટે એક કેન્દ્રિય બેન્ક બનાવવાની ભલામણકરી હતી. આ કમિશનની ભલામણને આધારે RBIની સ્થાપના કરવામાં આવી હતી. આ કમિશનને હિલ્ટન યંગ કમિશનના નામથી પણ ઓળખવામાં આવે છે.
→
શરૂઆતમાં RBI ખાનગી માલિકી હસ્તક હતી. વર્ષ 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને બેન્કિંગ વિનિમય અધિનિયમ, 1949 ઘડવામાં આવ્યો હતો. આ ત્યાર પછીથી ભારત સરકાર તેની પૂર્ણ માલિકી ધરાવે છે.
→ શરૂઆતમાં RBIનું વડુંમથક કોલકાતા ખાતે હતું પરંતુ વર્ષ 1937થી કાયમી ધોરણે મુંબઈ ખાતે વડુંમથક ખસેડવામાં આવ્યું હતું.
→ RBI ભારતીય રૂપિયાના ઈશ્યુ અને પૂરવઠાને નિયંત્રિત કરે છે.
→ ભારતીય રિઝર્વ બેન્ક ભારતમાં મૌદ્રિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે નિયમન કરવાનું તથા સંચિત નિધિને જાળવી રાખવાની કામગીરી કરે છે.
→ RBI નાણાકીય નીતિનું સંચાલન કરવાનું, ક્રેડિટ નિયંત્રણ, ભારતીય બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાને વિનિયમન કરવાનું, સરકારના બેન્કર, એજન્ટ અને સલાહકાર તરીકે, વિદેશી મુદ્રા ભંડારનું સંરક્ષણ કરવાનું અને વિદેશી વિનિમય ભંડારને નિયમન કરવાનું કાર્ય કરે છે.
→ ઇ-કુબેર RBIનું કોર બેન્કિંગ સોલ્યુશન સોફટવેર છે. જેના દ્વારા RBI દરેક વાણિજ્યિક બેન્કોના ચાલુ ખાતાનો વહીવટ સંભાળે છે.
→ RBIનું સંચાલન ‘કેન્દ્રીય સંચાલન બોર્ડ' દ્વારા થાય છે.
0 Comments