→ ભારતીય સ્વાતંત્રતા સંગ્રામની ક્રાંતિકારી વિચારધારાના પ્રણેતા, રાષ્ટ્રવાદી પત્રકાર અને કુશળ વકીલ
→ ઉપાધિ : પંડિત અને ક્રાંતિગુરુ
→ તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીનાં સંપર્કમાં આવ્યા હતાં અને તેમની પ્રેરણાથી રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં જોડાયા હતાં.
→ મે, 1905માં તેમણે ઇંગ્લેન્ડમાં ભણતાં ભારતીય વિધાર્થીઓ માટે ઇન્ડિયન હાઉસની શરૂઆત કરી હતી.
→ 18 ફેબ્રુઆરી, 1905માં તેમણે સરદારસિંહ રાણા, મેડમ ભિખાઇજી કામા અને 18 દાદાભાઈ નવરોજીના સહયોગથી લંડનમાં ધ ઇન્ડિયન હોમરુલ સોસાયટીની સ્થાપના કરી હતી.
→ "ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ના હેતુઓ (1) ભારત માટે સ્વરાજ મેળવવું, (2) તેની પ્રાપ્તિ માટે યુનાઇટેડ કિંગ્ડમમાં તેનો પ્રસાર કરવો અને (3) સ્વતંત્રતા તથા રાષ્ટ્રીય એકતાના લાભોના જ્ઞાનનું ભારતના લોકોમાં પ્રસારણ કરવું.
→ શ્યામજી આ સંસ્થાના પ્રમુખ બન્યા.
ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ
→ શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં ભારતીય હિતોના પ્રચાર-પ્રસાર માટે વર્ષ 1905માં ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ સામાયિકની શરૂઆત કરી હતી.
→ તેઓ ઈંગ્લેન્ડમાં ઓકસફર્ડ યુનિવર્સિટીની બેલિયલ કોલેજમાંથી સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા હતાં અને વર્ષ 1884માં બેરિસ્ટર થયા હતાં.
→ ઇંગ્લેન્ડમાં તેઓ પ્રખ પ્રખર ચિંતક હર્બટ સ્પેન્સરના પરિચયમાં આવ્યા હતાં અને હર્બટ સ્પેન્સરના વિચાર દર્શનથી પ્રભાવિત થઇ તેમના અવસાન બાદ 1000 પાઉન્ડની સ્પેન્સર સ્કોલરશિપની શરૂઆત કરી હતી.
→ શ્યામજીએ સ્પેન્સરની સ્મૃતિમાં, ‘હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ્સ’ નામની રૂ. બે હજારની એક, એવી પાંચ મુસાફરી માટેની શિષ્યવૃત્તિઓ ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કરીને સ્વતંત્ર ધંધો કરવાની યોગ્યતા કેળવવા માટે આપવાની જાહેરાત કરી. સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં પણ એક વધારાની શિષ્યવૃત્તિ જાહેર કરી. તેની શરત એ હતી કે આ શિષ્યવૃત્તિ મેળવનારે, ભારત ગયા બાદ સરકારી નોકરી કરવી નહિ.
→ એક શિષ્યવૃત્તિ સ્વામી દયાનંદ સરસ્વતીના સ્મરણાર્થે આપવામાં આવતી હતી. આ શિષ્યવૃત્તિને પાત્ર કોઈ પણ વિધાર્થી હિંદમાં પાછો ફરીને બ્રિટિશ નોકરી કે સેવા સ્વીકારી નહીં શકે.
→ વર્ષ 1885માં તેમણે ભારત પરત ફરી અજમેરમાં વકીલાત કરવાની સાથે રતલામ, ઉદયપુર અને જૂનાગઢમાં દીવાન તરીકે પણ કામ કર્યું હતું.
→ તેઓ વર્ષ 1897માં પત્ની ભાનુમતિ સાથે ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યાર પછી કયારેય ભારત પાછા ફરી શકયા નહી.
→ તેઓ વર્ષ 1897માં ઇંગ્લેન્ડમાં ઓકસફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતાં.
→ વર્ષ 1935માં ઇન્દુલાલ યાજ્ઞિકે અંગ્રજી ભાષામાં શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર લખ્યુ હતું, જેનો વર્ષ 1950માં કચ્છના ગાંધી તરીકે ઓળખાતા ગોકુલદાસ બાંભડાઇ દ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો.
→ જયંતી દલાલે 'ગતિ અને રેખા' માં શ્યામજી કૃષ્ણવર્માનું જીવન ચરિત્ર લખ્યું હતું.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 1989માં તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમની સ્મૃતિમાં કચ્છ યુનિવર્સિટીનું નામ બદલીને શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે.
→ 22 ઓગષ્ટ, 2003માં સરકાર દ્વારા જિનિવાથી તેમના અસ્થિ ભારત પરત લાવવામાં આવ્યા હતાં. 13 ડિસેમ્બર, 2010ના રોજ સરકાર દ્વારા તેમના જન્મસ્થળ માંડવી(કચ્છ) ખાતે શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું, જે હાલમાં ક્રાંતિતીર્થ નામે ઓળખાય છે.
→ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ એકંદરે રૂા. ૬ કરોડના ખર્ચે આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના ૧૮પ૭થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષની ઐતિહાસિક પ્રમુખ ધટનાઓની તવારિખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇