→ સમગ્ર વિશ્વમાં 27 માર્ચનો દિવસ 'વિશ્વ રંગભૂમિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જેને ‘વિશ્વ થિયેટર દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ વિશ્વ થિયેટર દિવસની સ્થાપના 1961માં આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. 1962માં જીન કોટેઉએ વિશ્વ રંગભૂમિ દિવસનો વિચાર રજૂ કરતા સંસ્થાને એક સંદેશ લખ્યો હતો. આ પછી 27 માર્ચ 1962 માં પેરિસમાં થિયેટર ઓફ નેશન્સ સિઝનના પ્રારંભની વર્ષગાંઠ એટલે કે 27 માર્ચની આ દિવસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે.
→ વિશ્વ થિયેટર દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં થિયેટરની જાગૃતિ લાવવા અને તેમને થિયેટરનું મહત્વ યાદ અપાવવાનો છે.
→ વિશ્વના અનેક નાટ્ય પ્રેમિયો અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. આ અવસર પર વિશ્વ ના અનેક સ્થાનોં પર નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે. આ દિવસે વિશ્વને આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે જેના માટે દર વર્ષે વિશ્વ ના ટોચ ના રંગકર્મિયો માં થી કોઈ એક ની પસંદગી કરવામાં આવે છે.
→ આ દિવસની એક મહત્વપૂર્ણ ઘટના આંતરરાષ્ટ્રીય થિયેટર સંદેશ છે, જે વિશ્વના કેટલાક અગ્રણી થિયેટર કાર્યકરો દ્વારા સંસ્કૃતિ વિષય પર તેના મંતવ્યો વ્યક્ત કરે છે.
→ ધ થિયેટર ઓફ ડાયોનિસસ એ વિશ્વનું સૌથી જૂનું થિયેટર છે, જે ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં બાંધવામાં આવ્યું હતું. આ થિયેટર ડાયોનિસસને સમર્પિત હતું, જે ગ્રીક પૌરાણિક કથાઓમાં વાઇન અને ઉજવણીના દેવતા હતા.
→ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે શ્રી રણછોડભાઈ ઉદયરામ દવેને ઓળખવામાં આવે છે.
World Theatre Day Theme
→ વિશ્વભરની ઘણી આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થાઓ આ દિવસને જુદી જુદી રીતે ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ થિયેટર ડે પર થીમ તૈયાર કરવામાં આવી છે.
ગુજરાતમાં રંગભૂમિ
→ ગુજરાત રાજ્યની સંગીત નાટક અકાદમી તથા ગુજરાત સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ આશરે 5 હજાર વર્ષ પૂર્વેનું વિશ્વનું સૌથી જુનું થિયેટર પુરાતત્વ શાસ્ત્રી રવિન્દ્રસિંહ બિષ્ટે વર્ષ 1990-91માં કચ્છના ધોળાવીરા ખાતે શોધ્યું હતું.
→ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે રણછોડભાઈ ઉદયરામ દવેને ઓળખવામાં આવે છે. જ્યારે ગુજરાતી સાહિત્યના અવૈતનિક રંગભૂમિના આધપ્રવર્તક તરીકે ચંદ્રવદન મેહતા જાણીતા છે.
→ ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક રૂસ્તમજી સોહરાબ અને ધનજી ગરક હતું. જે મુંબઈ ખાતે ભજવાયું હતું. વર્ષ 1851માં દલપતરામનું લક્ષ્મી નાટક લખાયું તે પહેલા પારસીઓ દ્વારા ગુજરાતી નાટકો ભજવવાની શરૂઆત થઇ હતી.
0 Comments