→ આધુનિક યુગના મીરાં, સાહિત્ય સામ્રાજ્ઞી અને શારદાની પ્રતિમા જેવા વિશેષણોથી જાણીતા હિન્દી ભાષાના વિખ્યાત કવયિત્રી અને સામાજિક કાર્યકર્તા
→ તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર અને સંસ્કત વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.
→ પથ કે સાથી, અત કે ચલચિત્ર, સ્મૃતિ કી રેખાએ (પ્રસિદ્ધિ પામેલું રેખાચિત્ર) અને મેરા પરિવાર(પશુ-પક્ષીઓના રેખાચિત્ર) એ એમની જાણીતી રચનાઓ છે.
→ તેમણે વેદ, રામાયણ, થેરગાથા તથા અશ્વઘોષ, કાલિદાસ, ભવભૂતિ અને જયદેવ વગેરેની કૃતિઓનું હિન્દી કાવ્યનુવાદ સપ્તપર્ણા કૃતિમાં કર્યો છે.
→ તેમણે બંગાળના દુકાળ (1943) પર બંગ ભ્રૂ સત વંદના નામની કવિતા લખી હતી.
→ તેમજ ચીનના આક્રમણના જવાબમાં હિમાલય નામના કાવ્યસંગ્રહનું સંપાદન કર્યુ હતું.
→ શ્રુંખલા કી કડિયા (હિન્દીમાં નારી ચેતનાનું પ્રથમ પુસ્તક) એ તેમનો ચિંતનાત્મક નિબંધસંગ્રહ છે.
→ મિલન કા નામ મત લો, મેં વિરહ મેં ચિર હું એ તેમની પ્રખ્યાત કાવ્ય પંકિત છે. તેઓને કવિ નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી) એ હિન્દીના વિશાળ મંદિરની સરસ્વતી કલા છે.
→ તેમણે હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે પ્રયાગમાં સાહિત્યકાર સંસદ અને રંગવાણી નાટ્ય સંસ્થાની સ્થાપના કરી હતી.
→
પુરસ્કાર
→ પદ્મભૂષણ -(1956)
→ જ્ઞાનપીઠ પુરસ્કાર- (વર્ષ 1982)(યામા માટે)
→ પદ્મવિભૂષણ- (મરણોત્તર,1988)
→ મહાદેવી વર્માએ મુખ્યત: ઊર્મિકાવ્યો લખ્યાં છે. એમના પાંચ કાવ્યસંગ્રહ પ્રકાશિત છે : ‘નીહાર’ (1930), ‘રશ્મિ’ (1932), ‘નીરજા’ (1935), ‘સાંધ્યગીત’ (1936) અને ‘દીપશિખા’ (1942). પ્રથમ ચાર સંગ્રહોનાં બસો છત્રીસ ઊર્મિકાવ્યોનું સંકલન ‘યામા’ નામે પ્રકાશિત થયું, જેને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરાયું હતું.
→ ‘અતીત કે ચલચિત્ર’ (1941), ‘સ્મૃતિ કી રેખાએં’ (1943), ‘મેરા પરિવાર’, ‘પથ કે સાથી’ એમનાં સંસ્મરણાત્મક રેખાચિત્ર છે.
→ ‘શૃંખલા કી કડિયાં’ એમનો નિબંધસંગ્રહ છે.
→ તેમને એક કવિતા લેખન સ્પર્ધામાં ઇનામમાં ચાંદીનો કટોરો મળ્યો હતો જે તેમણે મહાત્મા ગાંધીજીને ભેટ આપ્યો હતો.
→ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તેઓની વર્ષ 1952માં ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્યતરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે ચાંદ અને સાહિત્યકાર માસિક પત્રિકાના સંપાદક તરીકે સેવા આપી હતી.
→ તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ કવિઓ (સુમિત્રાનંદન પંથ, જય શંકર પ્રસાદ, સૂર્યકાંત ત્રિપાઠી, મહાદેવી વર્મા)માંથી એક મનાય છે. તેઓ લેખિકા ઉપરાંત સંગીતમાં નિપુણ હોવાની સાથે સિદ્ધહસ્ત ચિત્રકાર અને સર્જનાત્મક અનુવાદક પણ હતા.
→ વર્ષ 1983માં દિલ્હીમાં આયોજિત ત્રીજા વિશ્વ હિન્દી સંમેલનના સમાપન સમારોહમાં તેમણે મુખ્ય અતિથિનું સ્થાન શોભાવ્યું હતું.
→ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા સપ્ટેમ્બર, 1991માં જયશંકર પ્રસાદની સાથે મહાદેવી વર્માની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇