→ દર વર્ષે સમગ્ર વિશ્વમાં 24 માર્ચના રોજ 'વિશ્વ ક્ષય દિવસ'નું આયોજન કરવામાં આવે છે.
→ વર્ષ-1882માં ડો.રોબર્ટ કોયે ક્ષયરોગ એટલે કે ટયુબરક્લોસિસ(ટીબી)ના જીવાણુઓ – બેક્ટેરિયાની તા.24મી માર્ચના રોજ ઓળખ કરી તેની સ્મૃતિમાં અને આ રોગની અસરો તેમજ સારવાર માટે લોકોને માહિતગાર કરવા તા. 24મી માર્ચ,1982થી દર વર્ષે આ દિવસે વિશ્વ ટીબી દિવસ – વિશ્વ ક્ષય રોગ નિવારણ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.
→ ક્ષય રોગથી પીડાતા લોકોને મફત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો, ક્ષય અંગે જનજાગૃતિ લાવવાનો અને આરોગ્ય કર્મયારીઓને પ્રોત્સાહિત કરવાનો છે.
→ આ રોગ માયકોબેકટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેકટેરિયાથી થાય છે. આ એક હવા દ્વારા ફેલાતો ચેપી રોગ છે. જ્યારે રોગી ખાંસી ખાય, છીંક ખાય કે થૂંકે ત્યારે આ રોગના બેકટેરિયા ફેલાય છે. તેને પ્રાણીન કાળમાં યહુમા તરીકે ઓળખવામાં આવતો હતો.
→ ક્ષય રોગને TB (Tuberculosis) તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ ક્ષય રોગ ફેફસાને લગતો રોગ છે. પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુકસાન પહોંચાડે છે.
→ આ રોગના દર્દીમાં લાંબા સમય સુધી ખાંસી, કફ, ગળામાંથી લોહી પડવું, તાવ, વજનમાં ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મળે છે.
→ ક્ષય રોગ એનએન થાય તે માટે BCG (Bacille Calmette-Guerin)ની રસી મૂકવામાં આવે છે. BCG રસીની શોધ ગ્યુરીન કાલમેટે કરી હતી.
National Institute for Research in Tuberculosis-NIRT ચેન્નાઈ (તમિલનાડુ), National Tuberculosis Institute બેંગ્લોર (કર્ણાટક) અને National Institute of TB and Respiratory Diseases દિલ્હી ખાતે આવેલ છે.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 1962માં રાષ્ટ્રીય ક્ષય રોગ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેના અંતર્ગત જિલ્લા સ્તર પર જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી.
→ BCG, or bacille Calmette-Guerin(બસિલસ કાલ્મેટ ગ્યુરીન)
→ 1993માં 172 દેશોના 85 ટકા શિશુઓને બીસીજીની રસી અપાઈ હતી. આ ક્ષય રોગ માટેની સૌ પ્રથમ રસી હતી.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 1997માં રિવાઇઝડ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. પાછળથી તેનું નામ બદલીને નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2012માં ટીબીને નોટિકાઈબલ રોગ જાહેર કરવામાં આવ્યો હતો.
→ વિશ્વ ક્ષય દિવસ WHO દ્વારા ઉજવાતા 11 વૈશ્વિક સ્વાસ્થ્ય અભિયાનમાનું એક છે.
→ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય નીતિ-2017માં ભારતમાંથી વર્ષ 2025 સુધીમાં ક્ષયની નાબુદી કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જયારે સમગ્ર વિશ્વમાં ક્ષય નાબૂદીની સમય સીમા વર્ષ 2030 નિર્ધારિત કરવામાં આવી છે.
→ ક્ષય રોગના દર્દીઓને પોષણ સંબંધી સહાય આપવા માટે એપ્રિલ, 2018માં નિક્ષય પોષણ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના મુજબ ક્ષયના દર્દીઓને ઉપયાર માટે દર મહિને 500 રૂપિયા આપવામાં આવતા હતાં.
→ ભારતમાં વર્ષ 2019માં ક્ષય નાબૂદી માટે 'TB Harega Desh Jeetega' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
→ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા DR-TB (Drug Resistant- DATION TB) દર્દીઓને માનસિક-સામાજિક સલાહ માટે સક્ષમ પરિયોજના શરૂ કરવામાં આવી છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇