→
દર વર્ષે 23 માર્ચના રોજ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારીઓ - વીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરૂની શહીદીની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે.
→
વર્ષ 1927માં સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું. , જેમાં 6 સભ્યોમાંથી એક પણ જો સભ્ય ભારતીય ન હોવાથી સાયમન કમિશનનો વિરોધ થયો હતો. આ સાયમન કમિશનના બહિષ્કાર દરમિયાન થયેલ લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુનો બદલો લેવા માટે ભગતસિંહે પોલીસ અધિક્ષક જેમ્સ સ્કોટને મારવાની યોજના બનાવી હતી.
→
17 ડિસેમ્બર, 1928ના રોજ લાહોરમાં ભગતસિંહ (શહીદ- સુખદેવ અને રાજગુરુએ જેમ્સ સ્કોટના બદલે બ્રિટિશ જુનિયર પોલીસ અધિકારી જે.પી. સોન્ડર્સની ગોળી મારી હત્યા કરી હતી.
→
એપ્રિલ, 1929માં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે વેપાર વિવાદ અધિનિયમ અને જાહેર સલામતી બીલના વિરોધમાં દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફેંકી ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતાં અને ક્રાંતિનો સંદેશો આપતી પત્રિકાઓ ફેંકી હવામાં ગોળીબાર કર્યા હતાં, ત્યારબાદ શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું હતું.
→
લાહોર ષડયંત્ર કેસ અથવા જે. પી. સાન્ડર્સની હત્યા કેસ માટે 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી બાદમાં તેમના અગ્નિસંસ્કાર પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કિનારે કરવામાં આવ્યા હતાં. આ સ્થળે તેમની સ્મૃતિમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે.
→ શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે,
0 Comments
Any suggestions, Please comment Below 👇