→ સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચના દિવસે મનાવવામાં આવે છે.
→ આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે.
→ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 1992ના દિવસે ‘યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
→ આ દિવસે વિશ્વ જળ દિવસનો વિચાર આવ્યો હતો.
→ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ અપનાવ્યો, જેના દ્વારા દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.
→ આ દિવસ 1993 થી ઉજવવામાં આવે છે.
→ વર્ષ 1993 થી, લોકોને જળ સંરક્ષણનું મહત્વ સમજાવવા માટે ઘણા અભિયાનો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ દિવસનું મહત્વ સમજાવવા માટે ઘણી જગ્યાએ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી દરેકને સ્વચ્છ પાણી અને પાણીનો તેમનો અધિકાર ખબર પડે.
→ લોકોને જળ બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો અને સંયુકત રાષ્ટ્રના સતત વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે તથા 2030 સુધીમાં દરેક માટે સ્વચ્છ પાણી અને સ્વચ્છતાની પહોંચ પ્રદાન કરવાનો છે.
→ સંયુકત રાષ્ટ્ર દ્વારા 22 માર્ચ, 1993ના રોજ સૌપ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
→ પૃથ્વીના લગભગ 71% ભૂમિભાગ પર જળ છે. જે પૈકી 97% દરિયામાં અને 3% જળ પીવા યોગ્ય છે. આ પીવા યોગ્ય જળમાં 2% ગ્લેશિયર અને બરફના રૂપમાં છે. આમ, માત્ર 1% જળ જ માનવ અને સજીવ સૃષ્ટિના ઉપયોગ માટે ઉપલબ્ધ છે.
→ ભારતમાં જળનો કુલ વપરાશનો 70% હિસ્સો ખેતીમાં, 22% હિસ્સો ઉધોગોમાં અને 8% હિસ્સો ઘરેલું કાર્યમાં થાય છે તેથી જળ બચાવવાની જવાબદારી સરકાર ઉપરાંત સમગ્ર માનવ સમાજની છે.
→ જળની અછત અથવા સૂકો દુકાળ, પૂરને લીધે થતો લીલો દુકાળ, સુનામી, જમીનનું ધોવાણ, જળની વહેંચણીમાં થતા વિવાદ, જળમાં અશુદ્ધિના કારણે થતા રોગો વગેરે જેવી જળ સમસ્યાઓના ઉકેલ માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું છે.
→ વિશ્વમાં લગભગ 1.5 અબજ લોકોને પીવાનું શુદ્ધ જળ મળતું નથી. વિશ્વમાં દર 10 માંથી 2 લોકોને શુદ્ધ પીવાનું જળ મળતું નથી.
→ નીતિ આયોગના રિપોર્ટ મુજબ ભારતમાં 60 કરોડ લોકો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે.
→ અપર્યાપ્ત અને પ્રદૂષિત જળના ઉપયોગથી ભારતમાં દર વર્ષે 2 લાખ લોકોનું મૃત્યુ થાય છે.
→ UNના રિપોર્ટ મુજબ વર્ષ 2040 સુધીમાં દુનિયામાં દર 4 માંથી 1 બાળક તરસ્યું રહેશે 8 તેમજ UNICEFના રિપોર્ટ મુજબ આગામી 20 વર્ષમાં 600 મિલિયન બાળકોને જળ નહિ મળે.
→આઝાદી બાદ ભારતમાં વર્ષ 1987, 2002 અને 2012 એમ કુલ ૩ રાષ્ટ્રીય જળનીતિ બનાવવામાં આવી છે.
→UN દ્વારા વર્ષ 2013ને જળક્ષેત્રમાં સહકારનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
વિશ્વ જળ દિવસની થીમ
થીમ -2025
→ Glacier Preservation
→ આ વર્ષની થીમ હિમનદી સંરક્ષણ જે પાણીની સુરક્ષા, આબોહવા નિયમન અને પૃથ્વી પર જીવન ટકાવી રાખવામાં હિમનદીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
→ સંયુક્ત રાષ્ટ્ર એ આબોહવા પરિવર્તન અને પાણીની અછતનો સામનો કરવા માટે હિમનદીઓના રક્ષણ માટે વૈશ્વિક પ્રયાસો પર ભાર મૂક્યો છે.
→ 2024ની થીમ :'Water for Peace'
→ 2023ની થીમ : Accelerating Change
→ વર્ષ 2010 માં, યુએનએ સલામત, સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાના અધિકારને માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી.
0 Comments