Ad Code

વિશ્વ મૃદા / માટી દિવસ | World Soil Day

વિશ્વ મૃદા / માટી દિવસ
વિશ્વ મૃદા / માટી દિવસ

→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ વિશ્વ મૃદા/માટી દિવસ (World Soil Day) ઉજવવામાં આવે છે.

→ થીમ : 2024 → Caring for Soils: Measure, Monitor, Manage

→ ઉદ્દેશ્ય માટી (જમીન)નું પ્રદૂષણ અટકાવવું તેમજ ઔધોગિક પ્રવૃત્તિઓ ક્રમશઃ અટકાવી પર્યાવરણનું રક્ષણ થાય તેવી નીતિ અપનાવવાનો છે.

→ સંયુક્ત રાષ્ટ્ર તેમજ ખાધ અને કૃષિ સંગઠન દ્વારા ડસેમ્બર, 2013માં 68મી સસામાન્ય સભામાં 5 ડિસેમ્બરને વિશ્વ મૃદા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

→ પ્રથમ વિશ્વ મૃદા દિવસ 5 ડિસેમ્બર, 2014ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

→ થાઈલેન્ડના રાજા એચ.એમ.ભૂમિબોલ અદુલ્યાદેજના જન્મદિવસ 5 ડિસેમ્બરને વિશ્વ મૃદા/માટી દિવસ ઉજવવામાં આવે છે.

→ માટીનું પ્રદૂષણ વિશ્વવ્યાપી સમસ્યા છે જે જમીનની ફળદ્રુપતા દ્રુપતા ઘટાડે છે. તેથી ખોરાક અને પાણીની ગુણવત્તા ઘટે છે.

→ 2020માં ભારતીય કૃષિ સંશોધન પરિષદ(ICAR)ને FAOનો પ્રતિષ્ઠિત કિંગ ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે-2020 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

→ સોઈલ હેલ્થનો ખ્યાલ ગુજરાતમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવ્યો હતો.

→ સોઈલ હેલ્થકાર્ડની શરૂઆત 19 ફેબ્રુઆરી, 2015ના દિવસથી રાજસ્થાનના સુરતગઢથી નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments