Ad Code

આર.સી. મજુમદાર R. C. Majumdar

આર.સી. મજુમદાર
આર.સી. મજુમદાર

→ જન્મ : 4 ડિસેમ્બર, 1888 (બાંગ્લાદેશ)

→ પિતા : હલધર મજુદાર

→ માતા: વિદૂમુખી

→ અવસાન : 11 ફેબુઆરી, 1980 (કોલકતા)


→ ભારત દેશના પ્રસિદ્ધ રાષ્ટ્રવાદી ઇતિહાસવિદ્ પ્રો. રમેશચંદ્ર સી. મજુમદાર નો જન્મ ફરીદપુર જિલ્લાના ખંડાપુર (બાંગ્લાદેશ) ખાતે થયો હતો. તેઓ આર.સી. મજુમદાર નામે વધુ પ્રખ્યાત હતા.

→ રમેશયંદ્રને ભારતના ડીન ઓફ ઇન્ડિયન હિસ્ટોરિયન્સ તરીકેનું બિરૂદ મળ્યું હતું.

→ રમંશચંદ્રનું બાળપણ ગરીબી અને કઠીન પરિસ્થિતિઓમાં વીત્યું હતુ. તેઓ જયાં રહેતા હતા ત્યાં રેલ-સંકટનો સામનો કરવો પડતો.

→ રામકૃષ્ણ રમેશચંદ્રના જીવન પર સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસનો વધારે પ્રભાવ પડયો હતો.

→ રમેશચંદ્ર એ ઉચ્ચ અભ્યાસ કરી કલકતા યુનિવર્સિટી ખાતેથી પ્રથમ નંબરે આવી સ્નાતકની પદવી મેળવી હતી.

→ ઇ.સ. 1921ના વર્ષમાં ઢાકા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે ડો. રમેશચંદ્ર મજુમદાર અહીના પ્રથમ અધ્યાપક બન્યા બન્યાં હતા અને પાછળથી ત્યાં જ કુલપતિ પણ બન્યા હતા.

→ સામ્રાજયવાદી, ઈતિહાસકારો ભારતના ઈતિહાસને વિકૃત કરાયું હતું ત્યારે રમેશચંદ્ર અને તેમના સાથી ઈતિહાસકારોએ રાષ્ટ્રવાદી દષ્ટિકોણથી ભારતનો ઈતિહાસ સુગઠિત કરવા તેમણે 15 થી વધારે પુસ્તકો પ્રકાશિત કર્યા

→ રમેશચંદ્ર એ પ્રાચીન ભારતમાં સંઘજીવન, ભારતનો પ્રારંભિક ઇતિહાસ, એડવાન્સ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા, ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીનલ જેવા પુસ્તકો પ્રકાશિત કર્યા છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments