→ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ ઉજવવામાં આવે છે.
→ 2 અને 3 ડિસેમ્બર, 1984ના રોજ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે સર્જાયેલી ગેસ દૂર્ઘટનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતાં, તેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે.
→ ભોપાલ ખાતે આવેલી યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ (UCIL) નામની જંતુનાશક દવાઓ બનાવતી કપંનીમાંથી મિથાઈલ આયસોસાઇનેટ (MIC) નામનું ઝેરી રસાયણ લીક થવાથી આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને વિશ્વના ઈતિહાસની સૌથી મોટી ઔધોગિક આપત્તિ માનવામાં આવે છે.
→ ભોપાલ ગેસ દૂર્ઘટના પર યશરાજ ફિલ્મ દ્વારા 2 ડિસેમ્બર, 2022 ના રોજ "ધ રેલ્વે મેન' નામની વેબ સિરિઝ લોન્ચ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસના ઉદ્દેશ્યો
→ લોકોને પ્રદૂષણની માનવજાતિ પર થતી અસરો વિશે જાગૃત કરવા.
→ સતત વધતા વાયુ પ્રદૂષણ અંગે જાગૃતિ કેળવવી.
→ ઔધોગિક આફતોનું સંચાલન અને નિયંત્રણ કેવી રીતે કરવું તે અંગે શિક્ષણનો ફેલાવો કરવો.
→ માનવીય બેદરકારીને કારણે થતા ઔધોગિક પ્રદૂષણને રોકવાના પ્રયત્નો કરવા.
ભારતમાં પ્રદૂષણ નિવારણ માટેના લાગુ
→ વોટર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, 1974
→ એર પ્રિવેન્શન એન્ડ કન્ટોલ ઓફ પોલ્યુશન એક્ટ, 1981
→ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986
→ પર્યાવરણ સુરક્ષા નિયમો, 1986
→ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસસમેન્ટ, 2006
→ વર્ષ 2022માં સ્વિસ ઓર્ગેનાઇઝેટાન આઇક્યુએર (IQAir) દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ-2021 બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ તૈયાર કરવા માટે વિશ્વનાં 117 દેશોના PM (પાર્ટિક્યુલેટ મેટર) 2.5 નો સર્વે કરવામાં આવ્યો હતો.
→ આ રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને યાડ સૌથી વધુ પ્રદૂષિત દેશો છે. ત્યારબાદ તજાકિસ્તાન પાંચમા કમે રહ્યું હતું.
→ વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીઓમાં ભારતની રાજધાની ન્યુ દિલ્હી પ્રથમ સ્થાને છે. ત્યારબાદ બાંગ્લાદેશની રાજધાની ઢાકા વિશ્વની બીજી અને યાડની ન્જામિના તથા તજાકિસ્તાનની દૂશાન્બે અનુક્રમે ત્રીજી અને ચોથા ક્રમની પ્રદુષિત રાજધાની રહી હતી.
0 Comments