Gujarati Vyakaran : Rudhiprayog |ગુજરાતી વ્યાકરણ : રૂઢીપ્રયોગ

ધોસરી ઉપાડવી → જવાબદારી લેવી.
જીવ જરીક જેવડો હોવો → કંજૂસ સ્વભાવના હોવું.
જીવ હેઠો બેસવો →નિરાંત અનુભવવી.
કાઠું કરવું → શરીરનો બાંધો ઠીક થવો.
જિંદગી મોળી થવી જવી → જીવન નીરસ થઇ જવું.
લૂઢકી જવું → મૃત્યુ પામવું.
જીવન સંકેલી લેવું → મૃત્યુ પામવું.
રસના ઘુંટડા પીવા → ખૂબ આનંદ માંણવો
મોઢું ફેરવી દેવું → રીસ જાહેર કરવી કે અણગમો બતાવવો.
ખાટલા વચાળ રહેવું → પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડવો.
ગોઠણ છુટા થઇ જવા → કામકાજ કરવા માંડવું.
બે પાંદડે થવું → આર્થિક સ્થિતિ સારી હોવી.
નાતગતમાં પૂછાવું → નાતજાતમાં આબરૂ વધવી.
ખડે પગે હોવું → કાર્ય કરતા તત્પર રહેવું.
દેવ જાગી જવા → નસીબ ખુલી જવા.
ઘાએ ઘા જવું → સીઘે રસ્તે જવાનું.
ભીત ભૂલવી → માર્ગ ચૂકવો
તલપાપડ થવું →અધીરા થઇ જવું.
રમણે ચડવું →જોશમાં આવવું.
સોળ તાણીને સૂઈ જવું → મૃત્યુ પામવું.
જીભ ન ઉપડવી → વાત કરતા ખચકાટનો અનુભવ થવો.
બાથ ભરવી →ની સામે ટકરાવું.
મતિ મારી જવી → કંઇ સૂજવું નહિ.


Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments