Ad Code

Bhavai |ગુજરાતનું લોકનાટ્ય : ભવાઈ | વેશ | સ્વાંગ

📌 ભવાઇ ‌‍અન્ય નામ: વેશ અથવા સ્વાંગ 

📌  ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.

📌  ભવાઇ’ શબ્‍દમાં

➡️ ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ
➡️ ‘આઇ’ એટલે માતા.

📌  ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે.

📌  ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.

📌  અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.

📌  ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે.

📌  ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે.


📌  ભવાઇના મુખ્‍ય પાત્રને રંગલો કહેવામાં આવે છે.

📌  અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો  છે.

📌  કજોડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે.

📌  શાસ્‍ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.

📌  ભવાઈ મંડળી પંડુ નામથી ઓળખાય છે.

📌  ભવાઈ ના પિતા:- અસાઈત ઠાકર

📌  અસાઈત ઠાકરની કર્મભૂમિ:- ઊંઝા

📌  ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળી કાંચળીયા તરીકે ઓળખાય છે.

📌  ભવાઈ ના પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.


✡️ ભવાઈનાં મુખ્ય અંગો:✡️

📌  ભવાઈના રાગો : 
માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.

📌 ભવાઈના તાલ :

તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.


📌  વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

📌  હંસાઉલી કૃતિના રચયિતા:--અસાઈત ઠાકર

📌  ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક:- મિથ્યાભિમાન

📌  ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ:- બહુરૂપી



Post a Comment

0 Comments