ટાપસી પૂરવી | → ચાલતી વાતને ટેકો આપવો |
પાટી મેલાવવી | → દોડાવવું |
પસીનામાં રેબઝેબ થઈ જવું | → પરસેવે લથબથ ટાઈ જવું |
માઝા મૂકવી | → મર્યાદા ત્યજી દેવી |
ખાલી ઘોડાં દોડાવવાં | → નકામા વિચારો કરવા |
ગામનું નાક રહેવું | → ગામની પ્રતિષ્ઠા સચવાવી |
જીભના ઝપાટા મારવા | → ગપ્પાં મારવાં |
કાપલો કાઢી નાખવો | → બધુ ખાઈ જવું. |
આ પા કે પેલી પા | → કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું |
ઉગારી લેવું | → બચાવી લેવું |
વાત કળાઈ જવી | → સમજાઈ જવું |
રાડ ફાટી જવી | → ભયથી ચીસ પડાઈ જવી |
વદન કરમાઈ જવું | → નિરાશ થઈ જવું |
ઉમેદ બર ન આવવી | → આશા સફળ ન થવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું |
શાખ જામવી | → પ્રતિષ્ઠા ઊભી થવી |
એકના એ ન થવું | → પોતાની વાત પર મક્કમ રહેવું |
સડક થઈ જવું | → આશ્વર્યમૂઢ થઈ જવું |
નામ લજવવું | → અપકીર્તિ અપાવવી |
મેણું મારવું | → કડવા શબ્દો કહેવા |
બેડલો પાર થવો | → ઈચ્છા હેમખેમ પાર પાડવી |
ઘોડલાં ખેલવાં | → મોજમજા કરવી |
ઢૂંકવા બ દેવું | → નજીક આવવા ન દેવું |
તડકી – છાંયડી જેવી | → સુખ અને દુ:ખ જોવાં |
ઘરનો મોભ તૂટી પડવો | → ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી |
છિન્નભિન્ન થઈ જવું | → વેરણ – છેરણ થઈ જવું |
આંખ ભીની થઈ જવી | → આંખમાં આસું આવવાં |
અવાજ તરડાઇ જવો | → ગદગદિત થવું |
વાદળ જેવુ મન કરવું | → હળવા ફૂલ થઈ જવું, પ્રસન્ન બની જવું |
નિકંદન કાઢવું | → જડમૂળમાંથી નાશ કરવું |
પાકા ઘડે કાંઠા ન ચડે | → યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે |
લાજ જવી | → આબરૂ જવી |
ગેડ બેસવી | → મનમાં ગોઠવાવું |
મનમાં સમસમી રહેવું | → ધૂંધવાઈ ઊઠવું |
ખૂંટો બેસાડવો | → પાયો નાખવો |
પાકે પાયે કરી | → નક્કી કરી, પાકું કરી |
રૂંવાડા બેઠાં થવા | → બીક, હરખ કે આશ્વર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવાં |
ખાતર પડવું | → ચોરી થવી |
સંચળ થવો | → અવાજ થવો |
કારી ન ફાવવી | → યુક્તિ સફળ ન થવી |
જીવસટોસટનો જંગ ખેલવો | → જીવન મરણની લડાઈ કરવી |
જાનની બાજી લગાવવી | → જાન જોખમમાં મૂકીને કામ કરવું |
લક્ષ્મીની છોળો ઊછળવી | → પુષ્કળ પ્રમાણમાં ધન હોવું |
ઝીણા જીવના હોવું | → કરકસરિયા હોવું |
વાતમાં મર્મ હોવો | → વાતમાં રહસ્ય હોવું |
કણમાંથી મણ થવું | → થોડામાંથી વધારે થવું |
વાત માંડીને કહેવી | → વાત વિગતવાર કહેવી |
જીવ પરોવી દેવો | → એક ચિત્ત થઈ જવું |
આધાત છવાઈ જવો | → દુ:ખની તીવ્ર લાગણી થવી |
વેતરણમાં પડવું | → જોઈતી ગોઠવણ કરવી |
દુકાળમાં અધિકમાસ | → ખરાબ વખતમાં વળી વધારો થવો |
જનસેવા જ પ્રભુસેવા | → માનવની સેવા એ જ સાચી પ્રભુભક્તિ |
ઝાઝા હાથ રળિયામણા | → સંપ અને સહકારથી થતાં કામમાં ધારી સફળતા મળે છે. |
નસીબ આડેનું પાંદડું ફરવું | → માઠા દિવસો દૂર થવા, સારો સમય શરૂ થવો |
દૂધમાં સાકરની જેમ ભળી જવું | → સારી પેઠે હળી – મળી જવું |
જીવ રેડી દેવો | → મન પરોવીને કામ કરવું |
રાજીના રેડ થઈ જવું | → ખૂબ જ પ્રસન્ન થઈ જવું |
હળવાફૂલ થઈ જવું | → હળવાશ અનુભવવી |
ગળગળા થઈ જવું | → લાગણીથી હૈયું ભરાઈ જવું |
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇