→ દર વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ઉજવવામાં આવે છે.
→
ઉત્પાદકતાના સાધનો અને તકનીકોના અમલીકરણમાં ભાગીદારોને પ્રોત્સાહિત કરવાનો તેમજ ઉત્પાદકતા, નવીનતા અને કાર્યક્ષમતાના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો છે.
→
રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National Productivity Council) ની સ્થાપના 12 ફેબ્રુઆરી, 1958ના રોજ થઈ હતી તેથી આ દિવસ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે ઉજવાય છે.
→
રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદનું મુખ્ય કાર્ય દેશના તમામ ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને ગુણવત્તાયુક્ત ચેતનાને પ્રોત્સાહન આપવાનું છે. તેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે.
→
રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય તથા ઉધોગ મંત્રાલય હેઠળના ઉધોગ સંવર્ધન તથા આંતરિક વ્યાપાર વિભાગ હેઠળ આવે છે.
→
ઉત્પાદકતા વૃદ્ધિના વલણોને વેગ આપી શકાય તે માટે દર વર્ષે 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ ઉજવવામાં આવે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇