→ દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસ (World Day of Social Justice) ઉજવવામાં આવે છે.
→ થીમ - 2025 : Empowering inclusion bridging gaps for social justice
→ ઉદ્દેશ્ય : કોઈપણ રાજ્ય/રાષ્ટ્રમાં વસતા દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન રૂપથી ન્યાય આપી સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનો છે.
→ સૌપ્રથમ વખત વર્ષ 2009માં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવ્યો હતો.
→ આ દિવસનો મહત્વ સમજાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર(UN) અને આંતરરાષ્ટ્રીય શ્રમ કાર્યાલય(ILO) એક સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.
→ 26 નવેમ્બર, 2007ના રોજ UNની સામાન્ય સભા દ્વારા આયોજિત શિખર સંમેલનમાં 20 ફેબ્રુઆરીને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.
→ ભારતીય બંધારણના અનુચ્છેદ-15માં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે થતા ભેદભાવને નાબૂદ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જે સામાજિક ન્યાયને નિર્ધારિત કરે છે.
→ ભારતીય બંધારણમાં રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને આર્થિક લોકતંત્ર બનાવવા માટેની નીતિ ઘડવામાં મદદરૂપ થાય છે.
→ લોકોને સમાનતાનો અધિકાર મળે તથા મૂળ અધિકારોના ભંગ બદલ ન્યાય મળે તે માટે રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, બાળ વિકાસ આયોગ તથા અન્ય બિન-સરકારી સંગઠનો કાર્યરત છે.
0 Comments