→ અડીકડીની વાવમાં એક જ પ્રવેશદ્વાર હોવાથી નંદા પ્રકારની વાવ છે.
→ અડીકડીની વાવનું બાંધકામ પૂર્ણ થયું હોવા છતા વાવમાં પાણી ન આવતા રાજાએ જયોતિષને પૂછાવ્યું ત્યારે જયોતિષે બે કુવારીકાની બલી આપવી પડશે તેવી વાત કહી અને અડી અને કડી નામની બે કુવારીકાએ આ વાવમાં બલીદાન આપ્યું તેથી આ વાવનું નામ અડીકડી પડયું.
દાદાહરિની વાવ
→ દાદાહરિની વાવ અમદાવાદ જિલ્લામાં આવેલ છે.
→ દાદાહરિની વાવ બાઈશ્રી હરીરે ઈ.સ 1485 બંધાવી હતી.
→ આ વાવ 241 ફૂટ લાંબી છે.
→ આ વાવના થાંભલા સાદા છે તેમજ તેના પર મોર, હંસ જેવા પક્ષીઓની આકૃતિ કોતરી છે.
→ આ વાવનું બાંધકામ 3,29,000 મહમુદીઓ (રૂપિયા 3 લાખથી વધુ)ના ખર્ચે તે સમયે થયું હતું
અમૃતવર્ષીણી વાવ
→ અમૃતવર્ષીણી વાવ અમદાવાદ શહરેના પાંચકૂવા દરવાજા વિસ્તારમાં આવેલ છે.
→ આ વાવ પાંચકૂવા વાવ તથા કાટખૂણી વાવ તરીકે પ્રચલિત છે.
→ આ વાવ મુઘલ સૂબા હૈદરઅલીખાનના દીવાન રઘુનાથદાસ દ્વારા ઈ.સ. 1721-1722 દરમિયાન બંધાવવામાં આવી હતી.
→ આ વાવ 3 માળની અને L આકારની છે.
→ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ વાવ નંદા પ્રકારની છે.
→ 1969માં આ વાવને રાજ્ય સંરક્ષિત સ્મારકમાં સામેલ કરવામાં આવી હતી.
સાસુ- વહુની વાવ
→ સાસુની વાવ મહીસાગર જિલ્લામાં આવેલ છે. કાલેશ્વરી ખાતે આવેલ છે.
→ આ વાવ નંદા પ્રકારની છે.
→ આ વાવમાં નવગ્રહ પણ આવેલ છે.
બ્રહ્માજીની વાવ
→ આ વાવ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલી છે.
→ આ વાવમાં આવેલ ગોખલામાં દેવી દેવતાની મૂર્તિ મળતી નથી.
0 Comments