Ad Code

ચંદાબહેન શ્રૌફ | Chandabehan Shrauf

ચંદાબહેન શ્રૌફ
ચંદાબહેન શ્રૌફ


→ જન્મઃ 27 ફેબ્રુઆરી, 1933 (માંડલ, ગુજરાત)

→ પિતા: સકરચંદ ભાઈ

→ માતા: સકરી બહેન

→ અવસાન : ઓગસ્ટ, 2016

→ બિરુદ : કચ્છના કાકી


→ કચ્છના પરંપરાગત ભરતકામના કસબને આર્થિક આત્મનિર્ભરતાનું સાધન બનાવનાર અને કચ્છના કાકી તરીકે જાણીતા ચંદાબહેન શ્રોફ

→ તેમનો ઉછેર ગાંધીવિચારસરણી ધરાવતા કુટુંબમાં થયો હતો.

→ ચંદાબહેન ગાંધીજીના સ્વાવલંબનના સિદ્ધાંતથી ઘણા પ્રેરિત થયા હતા.

→ તેમણે એલિફન્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રાફ્ટ ટીચરનો કોર્સ અને જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો.

→ વર્ષ 1969માં કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતાં રાજકોટના રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મસ્થાનંદે ચંદાબેન અને તેમના પતિને મદદ માટે બોલાવ્યા હતા.

→ ચંદા બહેનને કચ્છની કપરી પરિસ્થિતિમાં કચ્છની મહિલાઓના ભરતકલાના હુન્નરને આવકનું સાધન બનવાનો વિચાર આવ્યો અને આ હેતુથી તેમણે વર્ષ 1969માં શ્રુજન નામની સંસ્થા શરૂ કરી.

→ શ્રુજન સંસ્થાએ મહિલાઓના પરંપરાગત ભરતકલાના હુન્નરને આવકનું સાધન બનાવવાના હેતુથી કચ્છ અને તેના આજુબાજુના ગામોની મહિલાઓને આત્મનિર્ભર બનાવી. આજે પણ દેશ વિદેશથી ઘણા લોકો આ સંસ્થામાં ભરતકામની વિવિધ શૈલીઓને જાણવા અને જોવા આવે છે.

→ આમ જે કામ શરૂઆતમાં દુષ્કાળના દિવસો પૂરતું શરૂ થયું હતું તે કાયમી ગૃહ ઉધોગનું સાધન બની ગયું. આથી કચ્છના ભરતકલાના કસબીઓ ચંદા બહેનને કચ્છના કાકી કહેતા હતા.

→ તેમને માનવસેવા પુરસ્કાર (2005), રોલેક્સ એવોર્ડ (2006) અને બેસ્ટ વુમન એવોર્ડ (2006)થી સન્માનિત કરવામાં આવ્યા છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments