Ad Code

Laterite Soil | પડખાઉ જમીન


પડખાઉ જમીન

→ આ પ્રકારની જમીન વિષુવવૃતિય વિસ્તારમાં જોવા મળે છે.
→ આ પ્રકારની જમીન 250 cm કરતાં વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં જોવા મળે છે.
→ આ પ્રકારની જમીન મોટે ભાગે જુદી જુદી ઝાંયવાળા કથ્થાઈ રંગની હોય છે અને તે લૅટરાઇટ નામના તળખડકમાંથી પોતાના જ સ્થાનમાં પડખવાણને કારણે અસ્તિત્વમાં આવતી હોવાથી સ્વસ્થાની જમીન તરીકે ઓળખાય છે.
→ આ એક સ્વસ્થાની અથવા સ્વયં ખેડાથી જમીન અથવા ક્ષેત્રિય મૃદા જે ઓછી ફળદ્રુપ છે.
→ આ જમીનના રાસાયણિક બંધારણમાં લોહ, ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ તથા થોડા પ્રમાણમાં મૅન્ગેનીઝ હાઇડ્રૉક્સાઇડ રહેલાં હોય છે. તેમાં મૅગ્નેશિયમ, કૅલ્શિયમ તેમજ સિલિકાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે.
→ મોસમી પ્રકારની આબોહવાવાળા વિસ્તારોના બૅસાલ્ટ કે એના જેવા ખડકોમાંથી આ જમીન બને છે. તેમાં વનસ્પતિવૃદ્ધિ માટેનાં દ્રવ્યોનો અભાવ હોવાથી ખેતીની પેદાશોની ર્દષ્ટિએ આ જમીન બહુ જ ઓછી ઉપયોગી નીવડે છે.
→ ભારતમાં કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અસમ, તમિલનાડુ વગેરે વિસ્તારોમાં આવી જમીનો જોવા મળે છે.
→ ગુજરાતમાં આ જમીન ડાંગ જીલ્લામાં જોવા મળે છે.
→ આ જમીન ઈંટ જેવો રતાશ પડતો રંગ ધરાવે છે.

→ આ જમીનમાં લોહતત્વ અને પોટાશ વધુ પ્રમાણમા જોવા મળે છે.
→ આ જમીનમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને ચુનાનું તત્વોની ઉણપ જોવા મળે છે.
→ આ જમીન એસિડિક હોય છે.
→ આ જમીનમાં વરસાદ પડતાં જમીન કઠણ અને સુકાતા ચીરા પડે છે.
→ આ જમીનનું ધોવાણ વધુ હોય છે .
→ આ જમીનમાં ઉપરના સ્તરમાં રહેલા પોષકતત્ત્વોનું ભારે વરસાદના કારણે ધોવાણ થાય છે તેથી ઉપરનું પડ બિનફળદ્રૂપ અને કઠણ થઈ જાય છે. આ પ્રક્રિયાને "અધોક્ષરણ (લીંચિંગ)" કહે છે.
→ આ જમીનમાં ડાંગર, કપાસ, ઘઉં, ચણા, કોફી અને કાજુની ખેતી થાય છે.


Also Read :
  1. કાંપની જમીન
  2. કાળી જમીન
  3. ક્ષારીય જમીન
  4. રેતાળ જમીન
  5. પહાડી જમીન
  6. જંગલોની જમીન


Post a Comment

0 Comments