રેતાળ જમીન (મરુસ્થલીય જમીન)
→ આવી જમીનો મુખ્યત્વે ક્વાર્ટ્ઝના ખનિજકણોની બનેલી હોય છે અને માટીનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે.
→ આ પ્રકારની જમીન 25 cm કરતાં ઓછો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે.
→ આ પ્રકારની જમીનમાં સેંદ્રિય તત્વોનો અભાવ જોવા મળે છે.
→ કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
→ કચ્છમાં તેમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ જોવા મળે છે.
→ તે અત્યંત છિદ્રાળુ હોવાથી આ જમીન પાણી ઝડપથી શોષી લે છે. જો તેમાં સિંચાઇ કરવામાં આવે તો પાક લઈ શકાય છે.
→ આ જમીનમાં ખજુરી, જુવાર, બાજરી, રાગી પ્રકારના હલકા ધાન્ય પાક થાય છે.
→ દિવસે ગરમ અને રાત્રે ઠંડી પડતી હોવાથી આ જમીન ની ભેજ સંગ્રહશક્તિ ઓછી છે.
Also Read :
- કાંપની જમીન
- કાળી જમીન
- ક્ષારીય જમીન
- પડખાઉ જમીન
- પહાડી જમીન
- જંગલોની જમીન
0 Comments