→ વિશ્વના મોટા ભાગના પ્રદેશોમાં બે જ ઋતુઓ અનુભવાય છે.
→ ભારત એ મોસમી આબોહવાવાળો દેશ હોવાથી ચાર પ્રકારની ઋતુ જોવા મળે છે.
→ ગુજરાતમાં ભારતને અનુલક્ષીને ચાર પ્રકારની ઋતુ જોવા મળે છે.
→ ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવેલો છે.
ગુજરાતમાં જોવા મળતી ઋતુઓ :
→ શિયાળો (ડિસેમ્બરથી ફેબુઆરી)
→ ઉનાળો (માર્ચ થી મે)
→ ચોમાસુ (જૂન થી સપ્ટેમ્બર)
→ પાછા ફરતા મોસમી પવનો (ઓક્ટોબર થી નવેમ્બર)
શિયાળો
→ સમયગાળો : ડિસેમ્બર થી ફેબુઆરી
→ આ સમયગાળા દરમિયાન સૂર્યની સ્થિતિ દક્ષિણ ગોળાર્ધમાં હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં આવેલ હોવાથી ભારતમાં તાપમાન ઓછું જોવા મળે છે.
→ આ સમયગાળા દરમિયાન તાપમાન નીચું અને ઠંડુ રહે છે.
→ સૌથી નીચું તાપમાન જાન્યુઆરી માહિનામાં નોંધાય છે.
→ સૌથી વધુ ઠંડી જાન્યુઆરીમાં પડે છે.
→ ગુજરાતમાં સૌથી નીચું તાપમાન / સૌથી વધુ ઠંડી કચ્છના "નલિયા"માં જોવા મળે છે.
→ માવઠું : ગુજરાતમાં શિયાળામાં ક્યારેક આકસ્મિક વાતાવરણીય ફેરફારના કારણે વરસાદ પડે છે. જેને માવઠું તરીકે ઓળખવામાં આવે છે.
→ શિયાળા દરમિયાન મોસમી પવનો મુખ્યત્વે ઈશાન ખૂણામાંથી આવે છે. આ પવનો ઠંડી લાવે છે.
ઉનાળો
→ સમયગાળો : માર્ચ થી મે
→ આ સમયગાળા દરમિયાન સૂર્યની સ્થિતિ ઉત્તર ગોળાર્ધમાં હોય છે તેથી ભારતમાં તાપમાન વધી જાય છે.
→ સૂર્ય ઉત્તરમાં કર્કવૃત્તની ઉપરની તરફ પ્રયાણ કરે છે તેથી ઉત્તર અને ઉત્તર પશ્વિમી ભારતમાં દિવસે ગરમ અને સૂકી હવા જોવા મળે છે.
→ આ સમય દરમિયાન ગુજરાતમાં તાપમાન ઊચું રહે છે.
→ સૌથી ઊચું તાપમાન મે મહિના માં રહે છે.
→ ગુજરાતમાં ઉનાળામાં સૌથી ઊચું તાપમાન બનાસકાંઠા જિલ્લાના "ડીસા" માં નોધાય છે.
→ લૂ : ઉનાળા માં ગુજરાતમાં ઊચું તાપમાન ધરાવતા સૂકા પવનો વાય છે જેને "લૂ" કહેવામા આવે છે.
→ આ ઋતુ દરમિયાન સ્થાનિક ગરમ અને સૂકા પવનો સમુદ્ર તરફથી વાતા ભેજવાળા પવનો સાથે મળે છે ત્યારે ચક્રવાતની સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ ચક્રવાતો વરસાદ આપે છે જેને સ્થાનિક ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમાંથી કેટલા નામો નેચે પ્રમાણે છે.
→
નોર્વેસ્ટ : પશ્વિમ બંગાળ, બિહાર, ઝારખંડ, બિહાર, ઉડીશા ( જે ચ, શાન અને ડાંગરની કેટી માટે લાભદાયક છે.)
કાળા વૈશાખી : પશ્વિમ બંગાળ
ચેરી બ્લોસમ : કર્ણાટક અને કેરળ (જે કોફીના પાક માટે લાભદાયક હોય છે.)
આમ્રવૃષ્ટિ : દક્ષિણ ભારત (તે કેરી પકવવામાં મદદરૂપ થાય છે. તેથી તેને આમ્રવૃષ્ટિ કે મેંગો શવર તરીકે ઓળખવામાં આવે છે.)
બાર્ડોચિલ્લા : નોર્વેસ્ટના આસામમાં બોર્ડોચિલ્લા કહેવામાં આવે છે.
ચોમાસુ
→ સમયગાળો : જૂન થી સપ્ટેમ્બર
→ ગુજરાતમાં જૂન થી સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદ પડે છે.
→ ગુજરાતમાં નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે.
→ ગુજરાતમાં જુલાઇ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે.
→ મેના અંતમાં કે જુનની શરૂઆતમાં નૈઋત્યના મોસમી પવનો ગાજવીજ સાથે વરસાદ લાવે છે જેને વાવાઝોડું કે આંધી કહે છે.
→ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અને કપરાડા (ગુજરાતનું ચેરાપૂંજી) તાલુકામાં પડે છે.
→ કચ્છને ગુજરાતના "નપાણિયા પ્રદેશ" તરીકે ઓળખવામાં આવે છે.
→ હેલી : ચોમાસામાં સાત દિવસથી વધુ વરસાદ આવે તો તેને હેલી અથવા ખરડિયું તરીકે ઓળખવામાં આવે છે.
→ સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં મુખ્યત્વે આવી હેલી જોવા મળે છે.
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ
→ સમયગાળો : ઓક્ટોબર થી નવેમ્બર
→ ઊચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું તાપમાન અકળવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હિટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપ નામે જાણીતી છે.
ગુજરાતના આબોહવાકીય પ્રદેશો
→ ગુજરાતમાં પાંચ આબોહવાકીય પ્રદેશો આવેલો છે.
→
તળ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કિનારાનો પ્રદેશ
ઉત્તર ગુજરાત અને કચ્છનો ઓછો વરસાદનો પ્રદેશ
દક્ષિણ ગુજરાતનો વધુ વરસાદવાળો પ્રદેશ
મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો દક્ષિણ વિષમ આબોહવાનો પ્રદેશ
સાબરમતી અને નર્મદા વચ્ચેનો મધ્યમ વરસાદનો મેદાની પ્રદેશ
0 Comments