Ad Code

Responsive Advertisement

ક્ષારીય જમીન | Saline - Alkline Soil


ક્ષારીય જમીન

→ અન્ય નામ : ખાર જમીન, લવણીય માટી, રેહ, ઉસર અથવા કલ્લર
→ આ પ્રકારની જમીનમાં સોડિયમ, પોટાશ અને મેગ્નેશિયમની માત્ર વધુ હોય છે. તે કસ વગરની જમીન છે. તેનું ઉપરનું પડ સફેદ અને ખૂબ જ ખારનું બનેલું છે.
→ આ જમીન ખેતી માટે ઉપયોગી હોતી નથી.
→ દરિયા કિનારની જમીન પર ભરતીના પાણી ભરાવાથી તથા સૂકી આબોહવાને લીધે ક્ષારીય જમીનનું નિર્માણ થયું છે.
→ ગુજરાતમાં 1600 km લાંબો દરિયાકિનારો હોવાથી 15 જિલ્લાની દરિયાઈ સીમા ક્ષારીય જમીન ધરાવે છે.
→ આ ઉપરાંત આ જમીન ભાલકાંઠાના વિસ્તારમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા તેમજ દક્ષિણ ગુજરાતનાં દરિયાકિનારે અને ઘેડ પ્રદેશમાં પણ ક્ષારીય જમીન આવેલી છે.
→ દરિયાકિનારની જમીન ઉપર મીઠાનો ક્ષાર તથા ચિરોડીની પોપડી જામે છે.
→ ઊંચા તાપમાનને લીધે પાટણ, મહેસાણા અને બનાસકાંઠાનો વિસ્તાર તથા કચ્છનો મોટો ભાગ ક્ષારીય જમીન ધરાવે છે.
→ આણંદ, ખેડા, અમદાવાદમાં અવ્યવસ્થિત જળપરિવાહ અને ભૂગર્ભજળની સપાટી ઊંચી હોવાથી આ જમીન ક્ષારીય જમીન જોવા મળે છે.
→ ક્ષારીય જમીન ખેતી માટે ઉપયોગી નથી.
→ સૌથી વધુ ક્ષારતા કચ્છ જીલ્લામાં જોવા મળે છે.
→ ગુજરાત રાજય'ખાર જમીન વિકાસ મંડળ દ્વારા ક્ષારતા ઘટાડવાનું કાર્ય કરે છે.
→ 1963 માં ખારલેંડ એક્ટ બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત સુરત, વલસાડ, ભરૂચમાં શરૂઆત થઈ.

આ પ્રકારની જમીન ગુજરાતનાં પશ્વિમ ભાગ, બંગાળમાં સુંદરવનનો કેટલોક વિસ્તાર, ઉત્તરપ્રદેશનો દક્ષિણ-પશ્વિમ ભાગ પંજાબનો કેટલોક વિસ્તારમાં જોવા મળે છે.

Also Read :
  1. કાંપની જમીન
  2. કાળી જમીન
  3. રેતાળ જમીન
  4. પડખાઉ જમીન
  5. પહાડી જમીન
  6. જંગલોની જમીન




Post a Comment

0 Comments