→ તેઓ વર્ષ 1919માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા તેમજ વર્ષ 1942માં હિન્દ છોડો આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો જે બદલ તેમણે નાસિક અને યરવડા જેલમાં કારાવાસ ભોગવ્યો હતો. તેઓ ગાંધીજીના અંગત તબીબ હતાં.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી
→ ગુજરાતના પ્રથમ પાટનગર અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે 1 મે, 1960ના રોજ રવિશંકર મહારાજે તેમને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ અપાવ્યા હતા.
→ તેઓ વર્ષ 1962માં ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી વખતે અમરેલી બેઠક પરથી ચૂંટાયા હતા. આમ, તેઓ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહ્યા હતા.
→ તેમના સમયમાં ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ઘડાયો હતો અને 1 એપ્રિલ, 1963થી તેનો અમલ થયો હતો.પંચાયતી રાજ ત્રણ સ્તરમાં હતું. ગ્ર્રામ પંચાયત આઠવ નગર પંચયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત
→ તેમના કાર્યકાળમાં ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક, ગુજરાત યુનિવર્સિટી વિધેયક, ખેતીની જમીન અને ગણોતધારા બાબતનો અધિનિયમ ઘડવામાં આવ્યા હતાં.
→ તેમના કાર્યકાળ દરમિયાન વડોદરાના બાજવા ખાતે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC)ની સ્થાપના થઈ અને કોયલી રિફાઇનરીની સ્થાપનાનું કામ શરૂ થયું હતું તેમજ અંકલેશ્વર ખાતે તેલક્ષેત્રનું સંશોધનકાર્ય, ઉકાઇ ડેમનો શિલાન્યાસ, ડાંગનું ગુજરાતમાં જોડાણ, ગુજરાત ખાદી અને ગ્રામોદ્વાર બોર્ડની સ્થાપના જેવા મહત્વના કાર્યો થયા હતાં.
→ તેમના કાર્યકાળમાં કચ્છ-સૌરાષ્ટ્રને જોડતો સૂરજબારી બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
→ તેમના કાર્યકાળમાં પારડી ઘાસિયા જમીનનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને શહીદ સ્મારક પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું.
→ તેમના કાર્યકાળમાં તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા નર્મદા યોજનાનો પાયો નંખાયો હતો.
→ જીવરાજ મહેતા સરકાર વિરુદ્ધ ગુજરાત વિધાનસભામાં પ્રથમવાર અવિશ્વાસ પ્રસ્તાવ 9 સપ્ટેમ્બર, 1963ના રોજ મૂકાયો હતો,જે 11 સપ્ટેમ્બર, 1963ના રોજ 32 વિરુદ્ધ 101 મતોથી પરાસ્ત થઈ. તે સમયે નગીનદાસ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
→ ભાઈકાકાએ 27 ઓગસ્ટ, 1963ના રોજ જીવરાજ મહેતાના મંત્રીમંડળ સામે ધારાસભામાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જે 31 વિરુદ્ધ 101 મતથી પરાસ્ત થઈ હતી. તેથી તેમણે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં ભારતના હાઈ કમિશનર પદે સેવા આપી હતી.
તબીબ તરીકેની ભૂમિકા
→ તેઓ મેટ્રિક પાસ કરી તાતાની શિષ્યવૃત્તિ મેળવી બ્રિટનથી પ્રથમ ક્રમ સાથે M.D. થયા હતાં.
→ તેઓ લંડન નિવાસ દરમિયાન રાષ્ટ્રીય નેતાઓના પરિચયમાં આવ્યા હતા અને લંડનમાં ઇન્ડિયન સ્ટુડન્ટસ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી હતી અને સ્વદેશ પરત ફરી મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ તરીકે જોડાયા હતા.
→ તેમણે વર્ષ 1915માં મુંબઈમાં ડોકટર તરીકેની પ્રેકટીસ શરૂ કરી હતી. તેમની વર્ષ 1921માં વડોદરા રાજ્યના ચીફ મેડીકલ ઓફિસર તરીકે નિયુકિત થઈ હતી.
→ તેઓ વર્ષ 1925થી મુંબઇની G.S.Medical College (શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કૉલેજ) અને K.E.M ( કિંગ એડ્વર્ડ મેમૉરિયલ) હોસ્પિટલના ડીન તરીકે જોડાઇને 17 વર્ષ સુધી સેવા બજાવી હતી.
→ તેમણે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ઉપરાંત પૂના, અમદાવાદ, નાગપુર અને ઔરંગાબાદ ખાતે હોસ્પિટલની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અન્ય માહિતી
→ તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ હતા.
→ તેઓ વર્ષ 1946માં મુંબઇ રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેઓ વર્ષ 1948માં વડોદરા રાજયના દીવાન તરીકે રહ્યા હતાં.
→ તેમના પત્ની હંસાબેન મહેતા બંધારણસભાના મહિલા સમૂહના અધ્યક્ષ અને એકમાત્ર ગુજરાતી મહિલા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ તરીકે રહ્યા હતાં, જેઓની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પસંદગી થઈ હતી. તેઓ ગુજરાતને પ્રથમ નવલકથા આપનારા ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંક મહેતાના પૌત્રી હતા.
→ તેમની સ્મૃતિમાં વર્ષ 2015થી ભારત સરકાર દ્વારા મેડીકલ ક્ષેત્રમાં જીવરાજ મહેતા પુરસ્કાર આપવામાં આવે છે.
→ તેમની સ્મૃતિમાં અમદાવાદ ખાતે જીવરાજ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.