→ નવાનગર (હાલના જામનગર) તરીકે ઓળખાતા રજવાડાના રાજા દુલિપસિંહજી
→ તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ અને ઇંગ્લેન્ડના ગ્લોસ્ટરશાયરના ચેલ્ટનહામ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું.
ક્રિકેટર તરીકે કારકિર્દી
→ તેઓ ભારત તરફથી નહી પરંતુ ઈંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમતાં હતાં.
→ તેમણે ઇંગ્લેન્ડ તરફથી 205 ફર્સ્ટ કલાસ મેચ રમી હતી. જેમાં તેમણે 50 સદી કરી અને 64 અર્ધ સદી કરી હતી. તેમજ તેમનો સર્વોચ્ચ સ્કોર ૩૩૩ રન રહ્યો હતો.
→ તેમના કોચ અને આદર્શ પ્રસિદ્ધ ક્રિકેટર જામ રણજિતસિંહજી(તેમના કાકા) હતાં.
રણજી ટ્રોફી વિશે
→ દુલિપસિંહજીની યાદમાં ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં દુલિપ ટ્રોફી રમાય છે.
→ દુલિપ ટ્રોફી ફર્સ્ટ કલાસ ટેસ્ટ ક્રિકેટની ટ્રોફી છે.
→ દુલિપ ટ્રોફી નોર્થ ઝોન, સાઉથ ઝોન, સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની ટીમો વચ્ચે રમાય છે.
→ પ્રથમ દુલિપ ટ્રોફી વિજેતા વેસ્ટ ઝોન ક્રિકેટ ટીમ હતી.
→ દુલિપ ટ્રોફી BCCI(Board of Control for Cricket in India) દ્વારા વર્ષ 1961-62થી રમાડવામાં આવે છે.
→ દુલિપસિંહજીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં હાઇકમિશ્નર તરીકે સેવા આપી હતી.
→ ભારત પરત આવ્યા બાદ તેમણે સૌરાષ્ટ્ર રાજ્યના જાહેર સેવા આયોગના ચેરમેન તરીકે સેવા આપી હતી તેમજ તેમણે જામનગરના મહારાજા તરીકે લોક-કલ્યાણના કામો કર્યા હતાં.
→ જામ રણજિતસિંહે ક્રિકેટના ક્ષેત્રે વિશ્વ સ્તરે નામ નામના પ્રાપ્ત કરી હતી તેમજ તેમના નામ પરથી ક્રિકેટ ક્ષેત્રે વર્ષ 1934થી રણજિત ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. તેમણે ક્રિકેટ પર જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ નામનું પુસ્તક લખ્યું હતું.
0 Comments