Ad Code

ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર : અમૃતા શેરગીલ | Amrita Sher-Gil

ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર : અમૃતા શેરગીલ
ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર : અમૃતા શેરગીલ

→ જન્મ : 30 જાન્યુઆરી, 1913 (બુડાપેસ્ટ, હંગેરી)

→ અવસાન : 5 ડિસેમ્બર, 1941 (લાહોર)

→ પિતા : ઉમરાવસિંહ શેરગીલ (સંસ્કૃત - ફારસી ભાષાના વિદ્વાન)

→ માતા : મેરી એન્ટોની ગોટ્રેટ્સમાન (હંગેરિયન મૂળના યહૂદી ઓપેરા ગાયિકા)

→ ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર


→ વર્ષ 1928માં અમૃતા અને તેમની બહેન ઇન્દિરા ઇટાલી ગયા હતાં. ત્યાં તેઓ ફલોરેન્સની એક આર્ટ્સ સ્કૂલમાં ચિત્રકલાની તાલીમ માટે દાખલ થયા હતાં.

→ તેમના ચિત્રોમાં આધુનિકતા, મૌલિકતા તેમજ પૂર્વ અને પશ્ચિમની પરંપરાનો સમન્વય જોવા મળે છે.

→ તેઓ મહારાષ્ટ્રના અજંતા-ઇલોરાની ચિત્રકલાથી પ્રભાવિત થયા હતાં.

→ તેમના ચિત્રો હિલ મેન, હિલ વીમેન, નવવધૂનું સ્નાનગૃહ, બ્રહ્મયારીઓ અને બહાર જતા દક્ષિણ ભારતીય ગ્રામજનો ઉલ્લેખનીય છે.

→ તેમના ત્રણ યુવતીઓ નામના ચિત્રને બોમ્બે આર્ટ સોસાયટી તરફથી સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમણે સ્ત્રીને કેન્દ્રસ્થાને રાખી ચિત્રણ કર્યુ છે.

→ અમૃતાએ તેમના પ્રશંસક પ્રેમચંદ નામના યુવાનનું શ્વેત વસ્ત્રોમાં માણસ નામનું ચિત્ર દોર્યુ હતું. જેને ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટ્સ સોસાયટીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.



→ તેઓ બાળપણથી જ કલા, સંગીત અને અભિનયમાં રૂચિ ધરાવતા હતાં. તેમનો પરિવાર વર્ષ 1921માં ભારતમાં સિમલામાં સ્થાયી થયો હતો. સિમલામાં તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા હતાં. તેમને માતા તરફથી સંગીત વારસામાં મળ્યું હતું.

→ 20 મી સદીના આ પ્રતિભાશાળી કલાકારને ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ તરફથી વર્ષ 1976 અને વર્ષ 1979માં ભારતના 9 સર્વશ્રેષ્ઠ કલાકારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતાં.

→ તેમના ચિત્ર હિલ વીમેનને દર્શાવતી ટપાલ ટિકિટ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1978માં બહાર પાડવામાં આવી હતી.

→ 1969માં ભારત સરકારના ફિલ્મ ડિવિઝન દ્વારા અમૃતા શેર-ગીલ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી હતી.

→ યુનેસ્કો દ્વારા તેમની જન્મશતાબ્દી વર્ષ નિમિતે 2013માં અમૃતા શેરગીલ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments