ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પહેલી અડધી સદી કરનાર અમરસિંહ નકુમ
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પહેલી અડધી સદી કરનાર અમરસિંહ નકુમ
→ જન્મ : 4 ડિસેમ્બર, 1910 (રાજકોટ)
→ અવસાન : 21 મે, 1940 (જામનગર)
→ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પહેલી અડધી સદી કરનાર
→ તેઓ પહેલા ભારતીય ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર હતા. તેઓ અસરકારક ફાસ્ટ મિડિયમ બોલર અને નીચલા કમમાં ઉપયોગી બેટ્સમેન હતા.
→ તેમણે બીજા વિશ્વયુદ્ધ પહેલાં સાત ટેસ્ટ મેચમાં 28 વિકેટો લીધી હતી.
→ તેમણ 25 જુન 1932માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું.
→ તેમણે પ્રથમ મેચની ઈનિંગ્સમાં બે વખત પાંચ વિકેટ મેળવી હતી. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 86 રનમાં 7 વિકેટ લેવાનું હતું.
→ ડોમેસ્ટિક ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ બંને મેળવનાર તેઓ પ્રથમ ભારતીય ઓલ રાઉન્ડર હતા.
→ તેમણે પ્રથમ કક્ષાની 92 મેચોમાં 5 સદી અને 14 અર્ધ સદી સાથે 3344 રન બનાવ્યા હતા અને 506 વિકેટ લીધી હતી જે તેમને એક ઉત્તમ ઓલ રાઉન્ડર સાબિત કરે છે.
0 Comments