તત્પુરુષ સમાસ
- વિભક્તિના પ્રત્યય આધારિત
- એકદેશી તત્પુરુષ સમાસ
- પ્રાદિ તત્પુરુષ સમાસ
- નય તત્પુરુષ સમાસ
- અલુક તત્પુરુષ સમાસ
- ઉપપદ તત્પુરુષ સમાસ
વિભક્તિના પ્રત્યય આધારિત
કર્મ તત્પુરુષ સમાસ / દ્વિતીયા તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
લોભવશ – લોભને વશ | ભાગ્યવશ – ભાગ્યને વશ |
મારણશરણ – મરણને શરણ | દેવાધીન – દેવને આધીન |
પિતૃભક્ત – પિતૃનો ભક્ત | મનગમતું – મનને ગમતું |
આદરયોગ્ય- આદરને યોગ્ય | રાજાશ્રિત – રાજાને આશ્રિત |
દયાપાત્ર – દયાને પાત્ર | |
કરણ તત્પુરુષ સમાસ / તૃતીયા તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
આશાથી ભરેલું – આશાથી ભરેલું | શોકગ્રસ્ત – શોક વડે ગ્રસ્ત |
ચિંતાતુર – ચિંતા વડે આતુર | શ્રીયુત – શ્રી વડે યુત |
મંત્રમુગ્ધ – મંત્ર વડે મુગ્ધ | ગુણસંપન્ન – ગુણ વડે સંપન્ન |
રત્નજડિત – રત્ન વડે જડિત | પ્રતિભાસંપન્ન – પ્રતિભા વડે સંપન્ન |
ભાવવિભોર – ભાવથી વિભોર | તર્કબદ્ધ – તર્ક વડે બદ્ધ |
હસ્તલિખિત – હસ્ત વડે લિખિત | હીરાજડિત – હીરાથી જડિત |
પ્રેમાતુર – પ્રેમથી આતુર | શોકાતુર – શોક વડે આતુર |
સંપ્રદાન તત્પુરુષ સમાસ / ચતુર્થી તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
પ્રયોગશાળા – પ્રયોગ માટે શાળા | શયનગૃહ – શયન માટે ગૃહ |
કમરપટ્ટો – કમર માટે પટ્ટો | યજ્ઞ કુંડ – યજ્ઞ માટે કુંડ |
વરમાળા – વાર માટે માળા | પ્રેમતરસ્યો – પ્રેમ માટે તરસ્યો |
કન્યાશાળા – કન્યા માટે શાળા | રસોઈઘર – રસોઈ માટે ઘર |
દેવબલી – દેવો માટે બલી | રાષ્ટ્રપ્રેમ – રાષ્ટ્ર માટેનો પ્રેમ |
અપાદાન તત્પુરુષ સમાસ/ પંચમી તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
ભયમુક્ત – ભયમાંથી મુક્તિ | સ્વભાવજન્ય – સ્વભાવમાંથી જન્મેલું |
વ્યસનમુક્ત – વ્યસનથી મુક્ત | સ્વાર્થરહિત – સ્વાર્થથી રહિત |
ઋણમુક્ત – ઋણમાંથી મુક્ત | ધર્મભ્રષ્ટ – ધર્મમાંથી ભ્રષ્ટ |
વિષભર્યું – વિષથી ભર્યું | પ્રેમવશ – પ્રેમથી વશ |
ષષ્ઠી તત્પુરુષ સમાસ/ સંબંધક તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
વનમાળી – વનનો માળી | ફૂલહાર – ફૂલોનો હાર |
બાહુબળ – બાહુનું બળ | હાથચાલાકી – હાથની ચાલાકી |
દેશબંધુ – દેશનો બંધુ | લગ્નગાળો – લગ્નનો ગાળો |
ઇન્દ્રધનુ – ઇન્દ્રનું ધન | રાજાજ્ઞા – રાજાની આજ્ઞા |
ફૂલવાડી – ફૂલની વાડી | ધર્મધજા – ધર્મની ધજા |
મકાનભાડું – મકાનનું ભાડું | હુકમનામું – હુકમનો પત્ર |
આત્મકથા – પોતાની કથા | યશગાથા – યશની ગાથા |
નંદકુંવર – નંદનો કુવર | બ્રહ્મનાદ – બ્રહ્મનો નાદ |
પિત્રાજ્ઞા – પિતરુની આજ્ઞા | જયભેદ – જીતનો ભેદ |
જનહિત – લોકોનું હિત | ગંગાજળ – ગંગાનું જળ |
અધિકરણ તત્પુરુષ સમાસ / સપ્તમી તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
સંતશિરોમણી- સંતોમાં શિરોમણી | નરોત્તમ – નરોમાં ઉત્તમ |
વનભોજન – વનમાં ભોજન | દાનવીર – દાનમાં વીર |
વાણીશૂરો – વાણીમાં શૂરો | સ્વર્ગવાસ – સ્વર્ગમાં વાસ |
બાળવત્સલ – બાળ પ્રત્યે વત્સલ | યુદ્ધવીર – યુદ્ધમાં વીર |
વ્યવહારકુશળ – વ્યવહારમાં કુશળ | પ્રભુનિષ્ઠા – પ્રભુમાં નિષ્ઠા |
એકદેશી તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
અધમણ – મણનો અડધો ભાગ | સવાશેર – શેરનો સવા ભાગ |
પાશેર – શેરનો પા ભાગ | મધ્યાહન – અહન (દિવસ) નો મધ્ય ભાગ |
પૂર્વહિન્દ – હિંદનો પૂર્વ ભાગ | મધ્યરાત – રાત્રીનો મધ્ય ભાગ |
પૂર્વકાય – કાયાનો પૂર્વ ભાગ | મધ્યચોક – ચોકનો મધ્યભાગ |
પ્રાદિ તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
પ્રખ્યાત – વધારે ખ્યાત | અતિવૃષ્ટિ – વધારે વૃષ્ટિ |
કુસંગ – ખરાબ સંગ | સુવિચાર – સારો વિચાર |
પરાજય – ઊલટો જય | કુટેવ – ખરાબ ટેવ |
પ્રલય – વિશેષ લય (વિનાશ) | પ્રતાપ – વિશેષ તાપ |
દુર્ગંધ – ખરાબ ગંધ | કુકર્મ – ખરાબ કર્મ |
નય તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
અજ્ઞાન – જ્ઞાન નહીં તે | અણઆવડત – આવડત નહીં તે |
નાલાયક – લાયક નહીં તે | અણગમો – ગમે નહીં તે |
અધર્મ – ધર્મ નહીં તે | અરુચિ – રુચિ નહીં તે |
અન્યાય – ન્યાય નહીં તે | અનાદર – આદર નહીં તે |
અસુખ – સુખ નહીં તે | અણવિશ્વાસ – વિશ્વાસ નહીં તે |
અકર્મ – કર્મ નહીં તે | અવિનય – વિનય નહીં તે |
અહિત – હિત નહીં તે | અભેદ – ભેદ નહીં તે |
અશ્રદ્ધા – શ્રદ્ધા નહીં તે | |
અલુક્ તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
વિશ્વંભર – વિશ્વને ભરનાર | ખેચર – ખે (આકાશ) માં ફરનાર |
ઘોડેસવાર – ઘોડે (ઘોડા ઉપર) સવાર | મનસિજ – મનમાં જન્મનાર |
વાચસ્પતિ – વાચ (વાણી) નો પતિ | યુધિષ્ઠિર – યુદ્ધમાં સ્થિર |
ઉપપદ તત્પુરુષ સમાસ
ઉદાહરણ :
ગૃહસ્થ – ગૃહમાં રહેનાર | આનંદજનક – આનંદ જન્માવનાર |
0 Comments