→ અધ્યક્ષ ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી ગમે ત્યારે પોતાના હોદ્દાનું સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે.
→ વિધાનસભાના તે વખતના તમામ સભ્યોના બહુમતિથી પસાર કરેલા સભાના ઠરાવ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. જેની અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને 14 દિવસ પહેલા નોટીસ પાઠવવામા આવે છે.
અધ્યક્ષના કાર્યો
→ લોકસભા અધ્યક્ષને સમાન ગૃહની કાર્યવાહીનું નિયમન કરે છે. શિસ્તના આદેશની ભંગ કરનાર સભ્ય સામે શિસ્તભંગના પગલાં લે છે.
→ કોરમના અભાવે ગૃહને મોકૂફ રાખે છે.
→ વિધાનસભા અધ્યક્ષ માત્ર વિધાનસભાને જવાબદાર છે. કોઈ પણ અદાલતમાં ગૃહમાં અધ્યક્ષ દ્વારા ગૃહમાં આપેલ નિર્ણયને પડકારી શકાતો નથી.
→ ગૃહમાં કોઈપણ ખરડામાં મતદાન સમયે અધ્યક્ષને મત આપવાનો અધિકાર નથી. પણ જો સરખા મત થાય તો નિર્ણાયક મત આપવાનો અધિકાર છે.
→ કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેનો નિર્ણય અધ્યક્ષ કરે છે.
→ બંધારણની 10 મી અનુસૂચિ અંતર્ગત સભ્યની યોગ્યતા અંગે નિર્ણય આપે છે.
→ તે કાર્યમંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય ઉદ્દેશ્ય સમિતિનો અધ્યક્ષ હોય છે.
અનુચ્છેદ 180 અધ્યક્ષના હોદ્દાની ફરજો બજાવવાની અથવા અધ્યક્ષ તરીકે કરી કરવાની ઉપાધ્યક્ષ – બીજી વ્યક્તિની સત્તા.
→ જ્યારે અધ્યક્ષનું પદ ખાલી પડે તો ઉપાધ્યક્ષ અને જો ઉપાધ્યક્ષનું પદ ખાલી હોય તો રાજયપાલ જેને ગૃહના જે તે સભ્યની અધ્યક્ષ પદે નિયુક્ત કરશે તે અધ્યક્ષની તમામ ફરજો નિભાવશે.
→ સભાની કોઈ બેઠકમાં જો અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ અથવા જો તેઓ પણ ગેરહાજર હોય સભાના કાર્યવાહીના નિયમો નક્કી કરેલ વ્યક્તિ અથવા જો તે વ્યક્તિ પણ ગેરહાજર હોય તો સભા નક્કી કરે તે બીજી વ્યક્તિ અધ્યક્ષનું સ્થાન લેશે.
અનુચ્છેદ 181 અધ્યક્ષ – ઉપાધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવની વિચારણા ચાલતી હોય ત્યારે તેઓ અધ્યક્ષસ્થાન લેશે નહીં.
→ વિધાનસભાની કોઈ બેઠકમાં જ્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેના કોઈ ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય, ત્યારે તે સમયે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ હાજર હશે તો પણ (તે અધ્યક્ષસ્થાન લઈ શકશે નહીં) પોતાનું સ્થાન લેશે નહીં.
→ જ્યારે અધ્યક્ષને પદ પરથી દૂર કરવાનો મુદ્દો વિચારણા હેઠળ હોય તો તે વિધાનસભામાં બોલી શકે છે તથા કોઈ અન્ય વિષય પર તથા મુદ્દા પર ગૃહના સભ્ય હોવાના કારણે મતદાનમાં ભાગ લઈ શકે છે પરંતુ તે નિર્ણાયક મત આપી શકતા નથી.
0 Comments