Ad Code

Responsive Advertisement

National Judicial Appointment Commission - NJAC (રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ)

National Judicial Appointment Commission - NJAC (રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ)


ભારતની કેન્દ્ર સરકારે 2014 માં સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયલયોના ન્યાયાધીશોની નિમણૂકવાળી "કોલેજીયમ સિસ્ટમ" સમાપ્ત કરી તેના સ્થાને "રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ" ની રચના અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જે અંતર્ગત લોકસભામાં 13 ઓગષ્ટ 2014 અને રાજ્યસભામાં 14 ઓગષ્ટ 2014 ના રોજ National Judicial Appointment Commission Bill 2014- NJAC (રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ) ને પસાર કરી દેવામાં આવ્યું હતું પરંતુ સર્વોચ્ચ ન્યાયલે ધ્વારા "રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ" થી સંલગ્ન 99 માં બંધારણીય સુધારાને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધનું ગણાવી રદ કરવામાં આવેલ છે.

આ આયોગ સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક માટે મુખ્ય જવાબદાર સંસ્થા હશે.

સભ્યોની સંખ્યા : 6 જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ ન્યાયલયના બે વરિષ્ઠતમ ન્યાયાધીશ, બે વિશિષ્ટ વ્યક્તિ તથા એક કેન્દ્રિય કાયદામંત્રીનો સમાવેશ થાય છે.

બે વિશિષ્ટ વ્યક્તિઓની પસંદગી ભારતના વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા ધ્વારા કરવામાં આવશે. જેમાં બે માંની એક વ્યક્તિ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ , અલ્પસંખ્યક અથવા મહિલા હશે.

આયોગના કોઈ પણ બે સભ્યો આયોગ ધ્વારા કરવામાં આવેલ નિયુક્તિ પર વિટો નો ઉપયોગ કરી શકે છે. જો ટેમેન એવું લાગે કે પસંદગી કરવામાં આવેલ વ્યક્તિ સર્વોચ્ચ કે ઉચ્ચ ન્યાયલયના ન્યાયધીશ બનવાને લાયક નથી અથવા યોગ્યતા ધરાવતા નથી.

આયોગ ધ્વારા પસંદગી પામેલ વ્યક્તિઓની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

જો રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિની પસંદગી પર સ્વીકૃતિ ન આપે પરંતુ તે વ્યક્તિના પક્ષમાં આયોગના સબયોમાં બહુમત હોય , તો આયોગ તે વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિમણૂક આપીશકે છે અથવા પુન:ફરીવાર તે જ વ્યક્તિની ભલામણ રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે.

રાષ્ટ્રપતિ બીજીવાર મંજૂરી આપવા બંધાયેલા છે.

ઉચ્ચ ન્યાયલયમાં ન્યાયધીશોની નિમણૂક માટે આયોગ ઉચ્ચ ન્યાયલયના ન્યાયધીશોની પાસે સલાહ માંગશે.

ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ સંબંધિત ઉચ્ચ ન્યાયલયના બે વરિષ્ઠતમ ન્યાયધીશોની ભલામણ પછી આયોગને નિયુક્તિ અંગે સલાહ આપશે. આ ઉપરાંત આયોગ ઉચ્ચ ન્યાયલયના ન્યાયાધીશોની નિમણૂક માટે સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે પણ વિચાર વિમર્શ કરશે.

Post a Comment

0 Comments