Ad Code

Responsive Advertisement

Powers and functions of the Governor | રાજયપાલની શક્તિઓ | રાજયપાલની સત્તા અને કાર્યો


→ ભારતીય સંસદીય શાસન વ્યવસ્થામાં રાજયપાલ રાજય વિધાનસભાના અભિન્ન અંગ માનવમાં આવે છે.



Visit : generalknowledgedv.blogspot.com





વહીવટી શક્તિઓ



→ રાજય સરકારના બધા જ કાર્યો રાજયપાલના નામે થાય છે.

→ મંત્રીઓ વચ્ચે કાર્યની વહેચણી માટે નિયમ બનાવી શકે છે. (અનુચ્છેદ 166)

→ તે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે. જે રાજયપાલની ઈચ્છા સુધી પોતાના પદ પર કાર્યરત રહે છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઉડિસ્સામાં જનજાતિ કલ્યાણમંત્રીની નિમણૂક કરે છે. (અનુચ્છેદ 164)

→ એડવોકેટ જનરલની નિમણૂક અને તેના પગાર ભથ્થા નક્કી કરે છે. તે રાજ્યપાલની ઈચ્છા સુધી હોદ્દા પર રહી શકે છે.

→ રાજય ચૂંટણીપંચની નિમણૂંક કરે છે પણ હટાવવા માટે ઉચ્ચન્યાયાલયના ન્યાયાધીશો માટે અપનાવતી પ્રક્રિયા જે સંસદ દ્વારા જ થઈ શકે છે.

→ રાજયલોકસેવા આયોગ અને તેમના અધ્યક્ષની નિમણૂક પણ તેમને સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પર માત્ર રાષ્ટ્રપતિ દ્વારા હટાવી શકાય.

→ રાજયપાલ રાષ્ટ્રપતિને રાજયમાં બંધારણીય કટોકટી લાગુ કરવા ભલામણ કરી શકે છે.

→ જો અનુચ્છેદ 356 અનુસાર રાજયમાં કટોકટીની સ્થિતિ હીય તો, તો રાજ્યપાલની બધી જ વહીવટી શક્તિઓનો વિસ્તાર રાષ્ટ્રપતિના પ્રતિનિધિના રૂપમાં થાય છે.

→ રાજયના વિશ્વવિદ્યાલયોનો કુલાધિપતિ રાજયપાળ હોય છે અને તે રાજયના વિશ્વ વિદ્યાલયોમાં કુલપતિ/ ઉપકુલતીની નિમણૂક કરે છે.

નાણાંકીય શક્તિઓ (Financial Power)



→ રાજયના વાર્ષિક નાણાંકીય વિવરણ (બજેટ) ને રાજયના વિધાન મંડળમાં રજૂ કરાવે છે. (અનુચ્છેદ 202)


→ નાણાંખરડો (ધન વિધેયક) તેની પૂર્વ મંજૂરીથી જ રજૂ કરી શકાય છે. (અનુચ્છેદ 207)

→ તે રાજ્યની આકસ્મિકનિધિનો મુખ્ય સંરક્ષણ કરતાં છે.

→ પંચાયતો અને નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની દર 5 વર્ષ પછી સમીક્ષા - માટે રાજય નાણાપંચની રચના કરે છે.


ધારાકીય શક્તિઓ (Legislative Powers)



→ વિશેષ સંજોગોમાં વિધાનમંડળની બેઠક ચાલુ ના હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાજ્યપાલની સત્તા છે.


→ રાજયપાલને રાજયના વિધાનમંડળના બંને ગૃહોનું સત્રાવસાન, વિસર્જન કરવાની સત્તા છે. રાજયપાલ રાજયના વિધાનમંડળની દરેક ગૃહની બેઠક યોગ્ય લાગે તે સમયે અને સ્થળે વખતોવખત બોલાવે છે, પણ બે સત્ર વચ્ચેનો સમયગાળો 6 માસથી વધે નહીં તે જોવાનું રહેશે. ( અનુચ્છેદ – 174)

→ રાજય વિધાન પરિષદમાં 1/6 સભ્યોને નિમણૂક કરવાની શક્તિ છે જેમાં સાહિત્ય, વિજ્ઞાન, કલાના ક્ષેત્રમાં જાણીતા વ્યક્તિઓ શામેલ કરી શકાય. (અનુચ્છેદ – 171)

→ રાજયપાલ નવી ચૂંટાયેલી વિધાનસભાની અને દરેક નવા વર્ષની પ્રથમ બેઠકને તથા બંને ગૃહો (વિધાનસભા અને વિધાનપરિષદ) ને સંયુક્ત સંબોધન કરવાની શક્તિ તથા એ માટે સભ્યોને હાજર રહેવા જણાવી શકે છે.

→ જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી હોય તો ગૃહમાંથી કોઈ પણ વ્યક્તિને આ નાગેની નિમણૂંક કરવાની સત્તા ધરાવે છે.

→ રાજય વિધાનસભામાં એક એગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે. (અનુચ્છેદ 333)

→ વિધાનમંડળના સભ્યની અયોગ્યતાઓ માટે રાજય ચૂંટણી પંચ જોડે ચર્ચા કરી તેનો નિર્ણય લઈ શકવાની સત્તા છે.

→ CAG, જાહેરસેવા આયોગ અને રાજય નાણાંપંચના રિપોર્ટને વિધાનમંડળ આગળ રજૂ કરાવે છે.


રાજયપાલની વિટો શક્તિ



→ અનુચ્છેદ 200 મુજબ, રાજયવિધાન મંડળ દ્વારા પસાર કરવામાં આવેલ

→ કોઈપણ ખરડાને સ્વિકાર કરી શકે છે

→ રોકી શકે છે

→ વિધાનમંડળ પાસે પુન:વિચાર માટે મોકલી શકે છે. પણ પુન:પસાર થાય તો મંજુરી આપવી ફરજિયાત છે.
→ રાષ્ટ્રપતિનાં વિચાર માટે સુરક્ષિત રાખી શકે છે.

રાજયપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા



→ અનુચ્છેદ 213 મુજબ, જ્યારે વિધાન મંડળના બંનેમાંથી એક પણ ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની સત્તા છે જે વિધાનમંડળની બેઠકના પ્રથમ 6 અઠવાડીયામાં મંજૂર થવાઓ અનિવાર્ય છે .જો મંજૂર ન થાય તો તે રદ થવાને પાત્ર બને છે.


ન્યાયિક શક્તિઓ (Judicial Powers)



→ અનુચ્છેદ 161 મુજબ, રાજયના કાયદાઓ ક્ષેત્ર અંતર્ગત અને રાજયના કાયદા વિરુદ્ધના કોઈપણ ગુનામાં સજામાફી, સજા મોકૂફી, સજામાં ઘટાડો અથવા તેનો અમલ સ્થગિત કરવાની અથવા તેમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તા ધરાવે છે.

→ રાજયપાલને સૈન્ય અદાલત કે ફાંસીની સજા માફ કરવાની સત્તા નથી.

→ રાજયપાલ રાજયના ઉચ્ચ ન્યાયાલયની સલાહ થી જિલ્લા ન્યાયાધીશોની નિયુક્તિ, સ્થાન વિતરણ અને પ્રમોશન આપે છે.

→ રાષ્ટ્રપતિ સંબંધિત રાજયના ઉચ્ચન્યાયાલયમાં ન્યાયાધીશની નિયુક્તિ માટે રાજયપાલ સાથે ચર્ચા કરે છે.

રાજયપાલના વિશેષાધિકાર



→ અનુચ્છેદ 361 મુજબ

→ તેના કાર્યકાળ દરમિયાન તેની ધરપકડ કરવા કોઈપણ ન્યાયાલય આદેશ કરી શકતો નથી.

→ તેના કાર્યકાળ દરમિયાન તેની સામે ફોજદારી કેસ ચલાવી શકાતો નથી.

→ વ્યક્તિગત રૂપમાં રાજયપાલ વિરુદ્ધ દિવાની કેસ સુનવણી થઈ શકે, પણ તે માટે તેને 2 મહિના પૂર્વે રાજયપાલને નોટિસ આપવી જરૂરી છે .

→ પોતાના પદ ઉપર કરેલા કોઈપણ કાર્ય મત એટે કોઈપણ ન્યાયાલયને જવાબદાર નથી.

→ ભારતીય બંધારણના અનુચ્છેદ-361માં રાજ્યપાલને અમુક છુટછાટ અંગેની જોગવાઈ છે. જે નીચે મુજબ છે :

→ અનુચ્છેદ- 361 (1) : રાજ્યોના રાજ્યપાલને પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કોઈપણ કાર્ય કે નિર્ણય માટે કોઈ ન્યાયાલયને જવાબદાર નથી. અર્થાત્ તે બાબતે કોઈ ન્યાયિક પ્રક્રિયા થઈ શકે નહીં.

→ અનુચ્છેદ-361 (2

→ અનચ્છેદ- 361 (3) : રાજ્યપાલ પોતાના પદ પર કાર્યરત હોય તે દરમિયાન તેમની ધરપકડનો આદેશ આપવાનો અધિકાર દેશની કોઈ કોર્ટ પાસે નથી.

→ અનુચ્છેદ-361 (4): અનુચ્છેદ 361 (4) માં જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલના વ્યક્તિગત કાર્યો વિરુધ્ધ ન્યાયાલયમાં દીવાની કાર્યવાહી કરી શકાય છે. પરંતુ તે માટે નીચે પ્રમાણેની ત્રણ અગત્યની બાબતો ધ્યાને લેવામાં આવે છે :

→ તે અંગેની લેખિત સૂચના રાજ્યપાલને આપવી જરૂરી છે.

→ આ સુચના આપ્યા બાદ ઓછામાં ઓછા બે મહિનાનો સમય આપવો આવશ્યક છે.

→ રાજ્યપાલને લેખિતમાં આપવામાં આવેલી સૂચનામાં દાવો કરનારનું નામ, સરનામું, કાર્યવાહી અને માંગવામાં આવેલ ન્યાય અંગેનું વિવરણ હોવું જોઈએ.

રાજ્યપાલ વિશે મહત્વના અનુચ્છેદ



અનુચ્છેદ જોગવાઈ
અનુચ્છેદ 153 રાજ્યોના રાજ્યપાલ
અનુચ્છેદ 154 રાજ્યપાલની કારોબારી સત્તા
અનુચ્છેદ 155 રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે
અનુચ્છેદ 156 રાજ્યપાલનો કાર્યકાળ
અનુચ્છેદ 157 રાજ્યપાલ બનવાની લાયકાત
અનુચ્છેદ 158 રાજ્યપાલ પદની અન્ય શરતો
અનુચ્છેદ 159 રાજ્યપાલના શપથ
અનુચ્છેદ 160 કેટલાક આકસ્મિક સંજોગોમાં રાજ્યપાલનના કાર્યોનું વિતરણ
અનુચ્છેદ 161 રાજ્યપાલની સજા ક્ષમાદાન શક્તિ
અનુચ્છેદ 162 રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર



Also read :


  1. સંઘ અને તેનું રાજય ક્ષેત્ર → Read / View
  2. વિધાન સભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ → Read / View
  3. રાજયપાલ → Read / View
  4. રાજ્યનો એડવોકેટ જનરલ → Read / View

Post a Comment

0 Comments