ગુજરાતનાં જંગલો
ગુજરાતના જંગલોને મુખ્યત્વે ચાર પ્રકાર છે :
- ભેજવાળા પાનખર જંગલો
- સૂકાં પાનખર જંગલો
- સૂકાં ઝાંખરાવાળા જંગલો
- મેનગૃવ જંગલો
Visit : generalknowledgedv.blogspot.com
ભેજવાળા પાનખર જંગલો
→ 120 સે.મી. કરતાં વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે.
→ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ તથા મધુ ગુજરાતમાં પંચમહાલ , દાહોદ, નર્મદા એન સૌરાષ્ટ્રમાં ગિરનાર અને શેંત્રુંજ્ય ના વિસ્તારમાં આ પ્રકરાના જંગલો જોવા મળે છે.
→ માર્ચ – એપ્રિલ મહિનામાં આ જંગલો પાંદડા ખેરવી નાખે છે.
→ આ જગલોમાં સૌથી અગત્યનું વૃક્ષ સાગ છે. તેમાં પણ સૌથી અગત્યનું વૃક્ષ “વલસાડી સાગ” છે.
→ આ જંગલોમાં જોવા મળતાં વૃક્ષો : સાગ, સાલ, સીસમ, શીમળો, હળદરવો, કલમ, આંબળા, બહેડાં, ટીમરુ વગેરે.
Visit : generalknowledgedv.blogspot.com
સૂકાં પાનખર જંગલો
→ વરસાદ : 60 થી 120 સે.મી.
→ આ જંગલોને મિશ્ર જંગલો પણ કહેવાય છે.
→ આ જંગલોમાં સવાના પ્રકારના ઘાસ જોવા મળે છે.
→ આ પ્રકારના જંગલો ગુજરાતમાં તળગુજરાતમાં સાબરકાંઠાના ઉત્તર –પૂર્વ ભાગ , અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા જીલ્લામાં જોવા મળે છે.
→ આ પ્રકારના જંગલો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલીમાં જોવા મળે છે.
→ આ જંગલોમાં જોવા મળતાં વૃક્ષો સાગ, વાંસ, ખેર, બાવળ, શીમળો, ટીમરુ, કેસૂડો, લીમડો
સૂકાં ઝાંખરાવાળા જંગલો
→ વરસાદ : 60 સે.મી. થી ઓછો
→ આ પ્રકારના જંગલો ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ,ભાવનગર, જૂનાગઢ, ગીર- સોમનાથ માં જોવા મળે છે.
→ કચ્છના રણ ને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળ વાવાવમાં આવ્યા છે.
→ આ જંગલોમાં જોવા મળતાં વૃક્ષો બાવળ, મોદળ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરુ, રાયણ, લીમડો વગેરે
મેંગરુવ જંગલો
→ આ પ્રકારના જંગલો ગુજરાતમાં કચ્છ, જામનગર અને જૂનાગઢમાં જોવા મળે છે.
→ ગુજરાતમાં મેંગરુવ જંગલોમાં ચેરના વૃક્ષો વધુ થાય છે.
→ વિશ્વમાં સૌથી વધુ મેંગરુવ જંગલો ઇંડોનેશિયામાં થાય છે.
→ ભારતમાં સુંદરવનમાં જોવા મળે છે.
More Information : Visit →
મેંગરુવ જંગલો
0 Comments